Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર “શ્રદ્ધા પાંડે” આત્મહત્યા કેસ : મૃતકના પતિ, માતા-પિતા સહિત પોલીસે કરી 5 લોકોની અટકાયત

X

કાપોદ્રા વિસ્તારમાં શ્રદ્ધાએ ઘરમાં કરી હતી આત્મહત્યા

દુષપ્રેરણા, દહેજ પ્રતિબંધક ધારા અંતર્ગત ગુન્હો દાખલ

મૃતકના પતિ, માતા-પિતા સહિત 5 લોકોની કરી અટક

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના કાપોદ્રા પાટિયા વિસ્તારમાં આવેલ સોસાયટીમાં પરિણીતાએ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવી લીધા બાદ તેણીના સાસરિયાઓ વિરુદ્ધ GIDC પોલીસે દુષપ્રેરણા તેમજ દહેજ પ્રતિબંધક ધારા અંતર્ગત ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. કાપોદ્રા પાટિયા નજીક ક્રિષ્ણા પાર્ક સોસાયટીમાં રહેતા અંકિત પાંડેની ધર્મપત્નિ શ્રદ્ધા પાંડેએ ગત તા. 31મી માર્ચે અગમ્ય કારણોસર પોતાના બેડરૂમમાં સાડી વડે પંખા સાથે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.

આ સમયગાળા દરમ્યાન તેણીના પતિ સહીત ઘરના અન્ય સભ્યો પણ ઘરના નીચેના માળે જ હાજર હતા. આ દરમ્યાન શ્રદ્ધા પાંડેના પિતા મુકેશ શ્રીરામ તિવારીએ અંકલેશ્વર GIDC પોલીસ મથકે પોતાની પુત્રીની દહેજની લાલચે પતિ તેમજ સાસરિયાઓએ હત્યા કરી હોવાની ફરિયાદ આપતા પોલીસે પતિ અંકિત પાંડે, તેના પિતા સુનિલ પાંડે, માતા સંજુ પાંડે, દીયર પંકિત પાંડે તથા માસી સાસુ અંજુ મિશ્રા સામે આત્મહત્યા માટે દુષપ્રેરણા તેમજ દહેજ પ્રતિબંધક ધારા અંતર્ગત ગુનો નોંધી 5 લોકોની અટકાયત કરી સધન પૂછપરછ હાથ ધરી છે.

Next Story