અંકલેશ્વર: ઇક્કો કારમાંથી સાયલન્સરની ચોરીનો સિલસિલો યથાવત, વધુ 3 કારમાં ચોરી

અંકલેશ્વરની વાલિયા ચોકડી પાસે આવેલ જૂની કોલોનીમાં પાર્ક કરેલ બે ઇક્કો કારમાંથી બે સાઈલેન્સરની ચોરી કરી વાહન ચોરો ફરાર થઇ ગયા હતા

New Update
અંકલેશ્વર: ઇક્કો કારમાંથી સાયલન્સરની ચોરીનો સિલસિલો યથાવત, વધુ 3 કારમાં ચોરી

અંકલેશ્વરની વાલિયા ચોકડી પાસે આવેલ જૂની કોલોનીમાં પાર્ક કરેલ બે ઇક્કો કારમાંથી બે સાઈલેન્સરની ચોરી કરી વાહન ચોરો ફરાર થઇ ગયા હતા તો અન્ય એક સ્થળે પણ સાયલન્સર ચોરીના ગુનાને તસ્કરો દ્વાર અંજામ આપવામાં આવ્યો હતો

અંકલેશ્વરની વાલિયા ચોકડી પાસે આવેલ જૂની કોલોનીમાં રહેતા સરફરાજ પટેલે પોતાની ઇક્કો કાર નંબર-જી.જે.૧૬.સી.એન.૧૩૭૭ ગતરોજ રાતે પોતાના ઘર પાસે પાર્ક કરી સુઈ ગયા હતા તે દરમિયાન વાહન ચોરો ત્રાટકી તેઓની ઇક્કો કારમાંથી અંદાજીત ૫૦ હજારના સાઈલેન્સરને બદલી જુનું ફીટ કરી ફરાર થઇ ગયા હતા જયારે જૂની કોલોનીમાં રહેતા અન્ય રહીશની ઇક્કો કારમાંથી પણ સાઈલેન્સરની ચોરી કરી વાહન ચોરો ફરાર થઇ ગયા હતા.ચોરી અંગે કાર માલિકોએ જી.આઈ.ડી.સી. પોલીસ મથકે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે.

તો અંકલેશ્વર-હાંસોટ માર્ગ ઉપર મોદી નગર સ્થિત ક્રિષ્ણ નગરમાં રહેતા વિનોદકુમાર દલાભાઈ પટેલ અંકલેશ્વર શહેર એ ડીવીઝન પોલીસ મથકમાં હોમગાર્ડ તરીકે ફરજ બજાવે છે જેઓએ ગત તારીખ-૯મી ફેબ્રુઆરીના રોજ અંકલેશ્વર-હાંસોટ માર્ગ ઉપર આવેલ જય અંબે કિરાણા સ્ટોર પાસે પોતાની ઇક્કો કાર નંબર-જી.જે.૧૬.ડી.સી.૩૭૧૨ પાર્ક કરી હતી તે દરમિયાન વાહન ચોરોએ તેઓની કારમાં રહેલ ઓરીજનલ સાઈલેન્સર મળી કુલ ૪૦ હજારના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા ચોરી અંગે એ ડીવીઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અંકલેશ્વરના અંદાડા ગામની મારુતિ નગર સોસાયટીમાં રહેતા કમલેશ ઠાકોરભાઈ પટેલએ પોતાની સોસાયટીમાં આવેલ કમ્પાઉન્ડમાં ગત તારીખ-૫મી ફેબ્રુઆરીના રોજ પોતાની ઇક્કો કાર નંબર-જી.જે.૧૬.સી.એન.૬૨૭૯ પાર્ક કરી હતી તે દરમિયાન વાહન ચોરોએ તેઓની ઇક્કો કારને નિશાન બનાવી કારમાંથી ૩૫ હજારના સાઈલેન્સરની ચોરી કરી ફરાર થઇ ગયા હતા ચોરી અંગે અંકલેશ્વર બી ડીવીઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Latest Stories