ભરૂચ જિલ્લાના અંકલેશ્વર GIDC વિસ્તાર સ્થિત શ્રીમતી જયાબેન મોદી મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પીટલના પેથોલોજી લેબ વિભાગ માટે ઝઘડીયાની ગુલબ્રાન્ડસેન ટેક્નોલોજિસ (ઈન્ડિયા) પ્રાઈવેટ લિમિટેડ કંપની દ્વારા CSR હેઠળ રૂ. 45 લાખ અનુદાન આપવામાં આવ્યું હતું.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર સ્થિત અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ સોસાયટી દ્વારા સંચાલિત શ્રીમતી જયાબેન મોદી મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પીટલ 1983થી મેડિકલ ક્ષેત્રે સેવા પૂરી પાડતી આવે છે, ત્યારે ઝઘડીયાની ગુલબ્રાન્ડસેન ટેક્નોલોજિસ (ઈન્ડિયા) પ્રાઈવેટ લિમિટેડ કંપની દ્વારા CSR હેઠળ શ્રીમતી જયાબેન મોદી મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પીટલના પેથોલોજી લેબ વિભાગ માટે રૂ. 45 લાખ અનુદાન આપવામાં આવ્યું છે, જ્યાં પેથોલોજી લેબને અદ્ધતન સુવિધાથી સજ્જ કરવામાં આવનાર છે. જેથી જરૂરિયાતમંદ દર્દીઓની સુવિધામાં વધારો કરી શકાય તે હેતુ અને સેવાભાવથી અનુદાન આપવામાં આવ્યું છે. આ પ્રસંગે શ્રીમતી જયાબેન મોદી મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પીટલ વતી ટ્રસ્ટી કમલેશ ઉદાની, ડો. આત્મી ડેલીવાલા તેમજ એ.આઈ.ડી.એસના જનરલ મેનેજર ડો. નીનાદ ઝાલા દ્વારા ગુલબ્રાન્ડસેન કંપનીના ગ્લોબલ ડિરેક્ટર ઓપરેશન અને સપ્લાય ચેઇન સંજય સિંહ, CSR હેડ ઋષિત પ્રજાપતિ અને HR હેડ ટીના ઉઘરાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.