Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર: પાનોલી GIDCની એક કેમિકલ કંપનીમાં તસ્કરો ત્રાટક્યા; ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં થઈ કેદ

X

અંકલેશ્વરની પાનોલી જી.આઈ.ડી.સી.માં આવેલા દાલમિયા કેમિકલ કંપનીમાં તસ્કરોએ નિશાન બનાવી રૂપિયા 1.37 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી હતી. જોકે, ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થવા પામ્યો હતો.

મળતી માહિતી મુજબ, ભરૂચના ભોલાવ વિસ્તારમાં આવેલ વૈકુંઠ મેઘા ટાઉન ખાતે રહેતા મનોજ બિહારીલાલ દવે અન્ય ચાર ડાયરેકટર સાથે મળી પાનોલી જી.આઈ.ડી.સી.માં આવેલી દાલમિયા કેમિકલ કંપની ચલાવે છે. જેઓ ગત તારીખ 30મી ઓગસ્ટના રોજ સાંજના સમયે કંપની બંધ કરી ઘરે ગયા હતા, તે દરમિયાન તસ્કરો કંપનીનો પાછળનો ગેટ કૂદી અંદર પ્રવેશ કર્યો હતો. કંપનીના ખુલ્લા સ્ટોર એરિયામાં મૂકેલા બોલ વાલ્વ નંગ-12, ટેન્કર કેમ્પ-1, ફલેચ નંગ-8 અને એલ્બો નંગ-6 તેમજ સ્ટેફન નંગ-4 મળી કુલ 1.35 લાખથી વધુનો મુદ્દામાલ ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરીની સમગ્ર ઘટના કંપનીમાં લગાવેલ સીસીટીવી કેમેરામાં કેદ થયો છે, જેમાં બે તસ્કરો કંપનીમાં દાખલ થયા છે અને ચોરીની ઘટનાને અંજામ આપતા નજરે પાડ્યા હતા.

Next Story