અંકલેશ્વર : પિતાના મૃત્યુની જાણ થતાં જ પુત્રે ચોથા માળેથી જંપલાવી મોતને વહાલું કર્યું.....

New Update
અંકલેશ્વર : પિતાના મૃત્યુની જાણ થતાં જ પુત્રે ચોથા માળેથી જંપલાવી મોતને વહાલું કર્યું.....

અંકલેશ્વર જીઆઇડીસીમાં ગણેશ પાર્કમાં રહેતા પટેલ પરિવાર ઉપર મોટી આફત આવી ગઈ હતી. જેમાં પિતા ઉજ્જૈન મહાકાલેશ્વર મહાદેવના દર્શન કરી પરત આવતા મધ્યપ્રદેશના થાંદલા ખાતે બસમાં બેઠા હતા ત્યારે જ હૃદય રોગનો હુમલો આવતા તેનું સારવાર મળે તે પહેલા જ મૃત્યુ થયું હતું. 

પિતાના મૃત્યુના સમાચાર સાંભળી તેનો 16 વર્ષનો પુત્ર ઘરની નજીક જ આવેલી ચાર માળની બિલ્ડીંગ ઉપર ચડી ત્યાંથી પડતું મૂક્યું હતું. આ બનાવને લઈ ચાણસ્માના આ પટેલ પરિવારમાં માત્ર દોઢ કલાકમાં જ પિતા અને પુત્રના મૃત્યુથી દુઃખનો ડુંગર તૂટી પડ્યો હતો અને પિતા અને પુત્રની અર્થી એક સાથે નીકળતા આખું વાતાવરણ ગમગીન બની ગયું હતું. 

Latest Stories