અંકલેશ્વરમાં આવેલી કેર એન્ડ કયુર હોસ્પિટલ ખાતે વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે ડૉ. હિતેશ થાવરાણીએ જેન્ડર ઇકવાલીટી વિષય ઉપર વકતવ્ય આપ્યું હતું જેમાં તેમણે સમાનતા સહિતની અનેક બાબતોને આવરી લઇ નારીઓનું મહત્વ સમજાવ્યું..
આ અવસરે ઉપસ્થિત રહેલાં સામાજીક કાર્યકર્તા અને ઇનરવ્હીલ ડીસ્ટ્રીકટ 306ના પુર્વ પ્રમુખ મીરા પંજવાણીએ નારી તુ નારાયણીની ઉકિતને વિવિધ ઉદાહરણોથી સમજાવી હતી. તેમણે મહિલાઓને પુરૂષ સમોવડી કેવી રીતે બની શકાય, આર્થિક રીતે પગભર કેવી રીતે બનવું તેની સચોટ માહીતી આપી હતી. આ પ્રસંગે નારીઓનું સન્માન પણ કરવામાં આવ્યું.. હોસ્પિટલના તબીબો અને સ્ટાફે હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.