/connect-gujarat/media/post_banners/990f6ed4cc100b98aa3e3b74528b7e7ee4a4a4beab99f924d9ca8de4ec6b1d6b.webp)
અંકલેશ્વર ખાતે શ્રી સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા એસ.પી.એલ સીઝન ટૂ નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
અંકલેશ્વરના ગાર્ડન સીટીમાં આવેલ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે શ્રી સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા એસ.પી.એલ સીઝન ટૂ નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આમંત્રિત મહેમાનોના હસ્તે ક્રિકેટ ટુર્નામેન્ટ દીપ પ્રાગટ્ય થકી પ્રારંભ કરવામાં આવ્યો હતો આ નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં 120 ખેલાડીઓને ઓક્શન થકી સિલેક્ટ કરવામાં આવ્યા હતા આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં સમાજની આઠ ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ક્રિકેટ ટુર્નામેન્ટમાં પટેલ સમાજ અંકલેશ્વરના પ્રમુખ વિનોદ પાદરીયા,હસમુખ દુધાત, અશોક ચોવટીયા,કિશોર સુતરીયા,સી.કે .જિયાણી,કલ્પેશ કોઠીયા,મુકેશ ચોવટીયા અને ક્રિકેટ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.