/connect-gujarat/media/post_banners/e4a5959dbbe4fc715e105fc377172ce87d7c2100a054cc54ade75b4744d245b1.jpg)
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરની સનાતન ઇન્ટરનેશનલ એકડેમી ખાતે જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાની ઉપસ્થિતિમાં સ્ટુડન્ટ ઓરિએન્ટેશન પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું.
અંકલેશ્વરના કાપોદ્રા પાટિયા નજીક આવેલ સનાતન ઇન્ટરનેશનલ એકડેમી ખાતે શાળાના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે સ્ટુડન્ટ ઓરિએન્ટેશન પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભરૂચ જિલ્લા કલેકટર તુષાર સુમેરાએ શાળાના વિદ્યાર્થીઓને શાળામાં શ્રેષ્ઠ શિક્ષણ મેળવી આગળ વધી સારી કારકિર્દી બનાવે તે દિશામાં માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ કાર્યક્રમમાં શાળા ટ્રસ્ટના પ્રમુખ એલ.બી.પાંડે, સુમિત પાંડે, અનુરાગ પાંડે તેમજ ઉદ્યોગપતિ સંતોષ પ્રધાન સહિત મોટી સંખ્યામાં શાળા વિદ્યાર્થીઓ અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.