Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર : તક્ષશિલા સ્કૂલના વિદ્યાર્થીઓએ GIDC પોલીસ મથકની મુલાકાત લઈ પોલીસની કામગીરીથી વાકેફ થયા...

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરની તક્ષશિલા સ્કૂલના વિદ્યાર્થીઓને GIDC પોલીસ મથકની મુલાકાતે લાવવામાં આવ્યા હતા,

X

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરની તક્ષશિલા સ્કૂલના વિદ્યાર્થીઓને GIDC પોલીસ મથકની મુલાકાતે લાવવામાં આવ્યા હતા, જ્યાં તેઓએ પોલીસની કામગીરીથી વાકેફ થઈ પોલીસ મથક વિશે પણ માહિતી મેળવી હતી.

“પોલીસ પ્રજાનો મિત્ર છે” ના ઉદ્દેશ્યને સાર્થક કરવા પોલીસ વિભાગ દ્વારા પ્રજાજનોમાં પોલીસ પ્રત્યેનો ભય દૂર કરીને મિત્રતાના સંબંધો કેળવાય ટે હેતુથી નિત નવા કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે, ત્યારે હવે સ્ટુડન્ટ પોલીસ કેડેટ્સના કાર્યક્રમ અંતર્ગત પોલીસ વિભાગ શાળા તેમજ કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવી રહ્યા છે, સ્ટુડન્ટ પોલીસ કેડેટ અંતર્ગત અંકલેશ્વરની તક્ષશિલા સ્કૂલના વિદ્યાર્થીઓએ GIDC પોલીસ મથકની મુલાકાત લીધી હતી, જ્યાં પોલીસ જવાનોએ વિદ્યાર્થીઓને પોલીસ મથકમાં પોલીસ વિભાગના હથિયારોનું નિરીક્ષણ કરાવી હથિયારોની માહિતી આપી હતી. તેમજ પોલીસ વિભાગ કેવી રીતે ગુનાહિત પ્રવૃત્તિઓને ડામવાની પ્રવૃત્તિઓ હાથ ધરે છે, ફરિયાદીની ફરિયાદ દાખલ કરે છે, સમન્સ અને પકડ વોરંટની પ્રક્રિયા કરે છે, ટે સહિતની વિવિધ કામગીરીઓથી વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા.

Next Story