Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર : નોટીફાઇડ એરિયામાં ઉદ્યોગકારોને પ્લોટ ફાળવવા GIDCમાં રજુઆત

અંકલેશ્વર નોટીફાઇડ એરિયામાં સ્થાનિક ઉદ્યોગકારોને પ્લોટની ફાળવણી કરવા એઆઇએના પ્રતિનિધિમંડળે જીઆઇડીસીમાં રજુઆત કરી છે

X

અંકલેશ્વર નોટીફાઇડ એરિયામાં સ્થાનિક ઉદ્યોગકારોને પ્લોટની ફાળવણી કરવા એઆઇએના પ્રતિનિધિમંડળે જીઆઇડીસીમાં રજુઆત કરી છે. અંકલેશ્વર નોટીફાઇડ એરિયામાં ફાજલ પડેલી જગ્યામાં સ્થાનિક ઉદ્યોગકારોને પ્લોટની ફાળવણી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રતિનિધિ મંડળે જીઆઇડીસીના સત્તાધીશોને આવેદનપત્ર આપ્યું...અંકલેશ્વર નોટીફાઇડ વિસ્તારમાં ૧૬૭ હેકટર જગ્યા ફાજલ છે. આ જગ્યા સ્થાનિક ઉદ્યોગકારો કે જેમને હજી રહેણાંક હેતુસર પ્લોટ મળ્યાં નથી તેમને ફાળવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે હાલ માં ખાનગી શૈક્ષણિક સંસ્થાને કોમન પ્લોટ નંબર -૭ અંતર્ગત એક તૃતીયાંશ પ્લોટની ફાળવણીના મુદ્દે સ્થાનિક લોકોએ પ્રચંડ વિરોધ નોંધાવ્યો હતો અને હાલ પણ જનજાગૃતિ આંદોલન સમિતિના નેજા હેઠળ વિરોધ નોંધાવી રહ્યા છે.

ઉદ્યોગકારોએ એમ પણ જણાવ્યું અંકલેશ્વર નોટિફાઇડ વિસ્તારમાં મોટા ભાગના પ્લોટની ફાળવણી અત્યાર સુધી થઇ છે તે વિવિધ ઉધોગ ગૃહોના નામે થઇ છે. પરંતુ આ તમામ ઉદ્યોગગૃહોએ ખાનગી બિલ્ડરોને આ પ્લોટ વેચી દીધા છે.

Next Story