અંકલેશ્વર : કાશ્મીર-હિમાચલ જેવા ઠંડા પ્રદેશમાં થતી સફરજનની ખેતી કરી અંદાડાના પ્રગતિશીલ ખેડૂત પ્રયોગમાં સફળ…

તાલુકાના અંદાડા ગામના પ્રગતિશીલ ખેડૂતે કાશ્મીર-હિમાચલ જેવા ઠંડા પ્રદેશમાં થતી સફરજનની ખેતીનો નવો પ્રયોગ કર્યો છે.

New Update
અંકલેશ્વર : કાશ્મીર-હિમાચલ જેવા ઠંડા પ્રદેશમાં થતી સફરજનની ખેતી કરી અંદાડાના પ્રગતિશીલ ખેડૂત પ્રયોગમાં સફળ…

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામના પ્રગતિશીલ ખેડૂતે કાશ્મીર-હિમાચલ જેવા ઠંડા પ્રદેશમાં થતી સફરજનની ખેતીનો નવો પ્રયોગ કર્યો છે. તેઓ 3 વર્ષ અગાઉ બેંગ્લોરથી 50 જેટલા સફરજનના છોડ લાવી ખેતરમાં વાવેતર કર્યું હતું. જે પૈકી 20 જેટલા છોડનો ઉછેર થતા 3 વર્ષ બાદ સફરજનનો પાક લહેરાય રહ્યો છે.

ખેડૂતોની સાહસિકતા, પ્રયોગશીલતા અને કૃષિ કુશળતા હંમેશાં નવાં પરિમાણો અને પાકો આપે છે. સફરજન આમ તો કાશ્મીર અને હિમાચલ જેવા શીત પ્રદેશનો પાક છે. એનો ઉછેર ગુજરાતના ગરમ વાતાવરણમાં કરવાનો વિચાર પહેલી દૃષ્ટિએ અચરજ પમાડે છે, ત્યારે અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામના પ્રગતિશીલ ખેડૂત શશીકાંત પરમારએ પોતાના ખેતરમાં અન્ય ખેતીની સાથે સફરજનની ખેતી કરવાનો વિચાર કર્યો. જોકે, વિકસાવેલી સફરજનની આ નવી પ્રજાતિ 40 ડીગ્રી સુધીના તાપમાનમાં પણ ખેતી થઈ શકે છે તેવું જાણીને તેઓ 3 વર્ષ અગાઉ બેંગ્લોરથી 50 જેટલા સફરજનના છોડ લાવ્યા હતા, અને પોતાના ખેતરમાં વાવણી કરી હતી. જોકે, છોડની તેઓએ માત્ર પાણી પીવડાવીને માવજત કરી હતી, ત્યારે 50 પૈકી 20 જેટલા છોડનો ઉછેર થયો છે. જે 3 વર્ષ બાદ હાલમાં 5થી 7 ફૂટની ઊંચાઈએ પહોંચી ગયા છે. આ છોડ પરિપક્વ થઈ જતાં હાલ સફરજનના છોડ ઉપર ફૂલ અને પછી ફળ બેઠાં ત્યારે તેમને આનંદ સાથે આશ્ચર્ય થયું અને પ્રયોગ સફળ થવાનો વિશ્વાસ બંધાયો છે. હાલમાં દરેક છોડ ઉપર સફરજનનો પાક લહેરાય રહ્યો છે, ત્યારે શશીકાંત પરમારએ કરેલ સફરજનની સફળ ખેતીને અન્ય ખેડૂતો પણ જોવા માટે આવી રહ્યા છે, અને માર્ગદર્શન મેળવી રહ્યા છે.

Latest Stories