/connect-gujarat/media/post_banners/6e581fa61175fb4acb550530956a113a2b6e8e56be1db5a0aee1dec9feb8a823.webp)
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકા પોલીસે નાગલ ગામની સીમમાંથી મોપેડ ઉપર વિદેશી દારૂનું વેચાણ કરતાં એક ઈસમને ઝડપી પાડ્યો હતો.
મળતી માહિતી અનુસાર, અંકલેશ્વરના અડોલ ગામ તરફથી નાગલ ગામની સીમમાં એક ઈસમ મોપેડ નં. GJ-16-DJ-2046 ઉપર વિદેશી દારૂનું વેચાણ કરે છે. જેવી બાતમીના આધારે અંકલેશ્વર તાલુકા પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 96 નંગ બોટલ અને મોપેડ મળી કુલ રૂ. 39 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ સાથે જ પોલીસે અંકલેશ્વરના તાડ ફળિયામાં રહેતા બુટલેગરને ઝડપી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.