અંકલેશ્વર : શ્રી પશુપતિનાથ મંદિરના 18માં પાટોત્સવની ભવ્ય ઉજવણી કરાય, વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા...

GIDC વિસ્તાર સ્થિત શ્રી પશુપતિનાથ મંદિરના 18માં પાટોત્સવની વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

અંકલેશ્વર : શ્રી પશુપતિનાથ મંદિરના 18માં પાટોત્સવની ભવ્ય ઉજવણી કરાય, વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા...
New Update

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર GIDC વિસ્તાર સ્થિત શ્રી પશુપતિનાથ મંદિરના 18માં પાટોત્સવની વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

અંકલેશ્વરના GIDC વિસ્તારમાં આવેલ શ્રી પશુપતિનાથ મંદિરના 18માં પાટોત્સવની ગતરોજ તારીખ 14 ફેબ્રુઆરી-2024ના રોજ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મહાયજ્ઞ યોજાયો હતો. જેમાં શાસ્ત્રોક્ત વિધિ અનુસાર શ્રીફળ વધેરી ભગવાનની મહાઆરતી કરવામાં આવી હતી. ત્યારબાદ મંદિરે આવતા દર્શાનાર્થીઓ માટે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દાતા તરીકે મંગલમ પરિવારના ગણેશભાઈ શિવરામભાઈ પટેલના સહયોગથી મહાપ્રસાદીના ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 20 હજારથી વધુ લોકોએ પ્રસાદીનો લાભ લીધો હતો. જે બાદ મંદિર પટાંગણમાં ભજન સંધ્યાનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં માંડવાના કલાવૃંદએ સંગીતમય ભજનોની સુરાવલી સાથે રમઝટ બોલાવી હતી. આ સાથે જ વિવિધ ધાર્મિક કાર્યક્રમનો મોટી સંખ્યામાં ઉપસ્થિત ભાવિક ભક્તો તેમજ ધર્મપ્રેમી જનતાએ લ્હાવો લઈ ધન્યતા અનુભવી હતી. આ પ્રસંગે શ્રી પશુપતિનાથ મંદિરના ટ્રસ્ટીગણ માંગીલાલ રાવલ, ભરતભાઈ પટેલ, એચ.આર.ત્રિપાઠી, એસ.બી.પાંડે, આર.એન.શુક્લા સહિત મોટી સંખ્યામાં આમંત્રીતો અને ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.

#Gujarat #CGNews #Ankleshwar #celebrated #Patotsav #programs #Sri Pashupatinath Temple
Here are a few more articles:
Read the Next Article