New Update
/connect-gujarat/media/post_banners/b38718d9ce5e9526e9ee08c2397c12ebb1b8a6e309f3fd6f6248c21ccac32fec.webp)
અંકલેશ્વરના ત્રણ રસ્તા નજીક આવેલ શોપિંગ સેન્ટર ખાતે આજરોજ શિક્ષા પેરામેડિકલ ઇન્સ્ટિટ્યૂટના ક્લાસનું ઉદ્ઘાટન મર્હૂમ અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. મુમતાઝ પટેલ દ્વારા સંસ્થાના વિદ્યાર્થીઓને શુભકામનાપાઠવી ભરૂચનું નામ રોશન કરવા પ્રેરિત કરાયા હતા. આ પ્રસંગે કોંગ્રેસના આગેવાન શરીફ કાનુગા, વસીમ ફડવાલા, મગન પટેલ, સ્પંદન પટેલ, જયદીપસિંહ તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા