અંકલેશ્વર : ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા ભાથીજી મંદિરના લાભાર્થે આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટનું સમાપન કરાયું...

ક્રિકેટ ટુર્નામેન્ટમાં જે પણ રકમ ભેગી થશે તે સમગ્ર રકમ ભાથીજીના મંદિરના જીર્ણોદ્ધાર માટે વાપરવામાં આવશે

New Update
અંકલેશ્વર : ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા ભાથીજી મંદિરના લાભાર્થે આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટનું સમાપન કરાયું...

ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા કરવામાં આવ્યું હતું આયોજન

ભાથીજી મંદિરના લાભાર્થે ક્રિકેટ ટુર્નામેન્ટનું કરાયું આયોજન

GHB YUVA મંડળ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ યોજાય

વિજેતા અને રનરઅપ ટીમને ટ્રોફી આપી સન્માનીત કરાય

ટુર્નામેન્ટ વેળા મોટી સંખ્યામાં ક્રિકેટપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે ભાથીજી મંદિરના લાભાર્થે પ્રારંભ કરવામાં આવેલ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ યોજાય હતી. અંકલેશ્વરના ગુજરાત હાઉસિંગ બોર્ડમાં ભાથીજી મંદિરના લાભાર્થે GHB YUVA મંડળ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે ગતરોજ અંકલેશ્વરમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે ફાઇનલ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં ખૂબ મોટી માત્રામાં લોકો જોડાયા હતા. આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં હિન્દુ ધર્મ સેનાના આગેવાનો અને કાર્યકર્તાઓનું પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું, અને ફાઇનલ મેચમાં વિજેતા ટીમ અને બીજા નંબરની ટીમને ટ્રોફી આપી સન્માનીત કરવામાં આવ્યા હતા. આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જે પણ રકમ ભેગી થશે તે સમગ્ર રકમ ભાથીજીના મંદિરના જીર્ણોદ્ધાર માટે વાપરવામાં આવશે, આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન રાજેશ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર ગુજરાત હાઉસિંગ બોર્ડના તમામ યુવાનોએ ભેગા મળીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Latest Stories