ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં નગરપાલિકા સંચાલીત કન્યા શાળા નંબર-3ના નવા મકાનના કામનું ZCL કેમિકલ કંપનીના સહયોગથી નવનિર્માણ કરવા હેતુસર ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં નગરપાલિકા સંચાલીત કન્યા શાળા નંબર-3ના નવા મકાનના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરની ZCL કેમિકલ કંપનીના CSRના ફંડમાંથી રૂપિયા 1.25 કરોડના ખર્ચે પાલિકા સંચાલીત કન્યા શાળા નંબર-3ના મકાનનું નિર્માણ કરવામાં આવનાર છે. જે શાળાના મકાનનું આજરોજ પાલિકા પ્રમુખ લલિતા રાજપુરોહિત અને પૂર્વ પ્રમુખ વિનય વસાવાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ZCL કેમિકલ કંપનીના વાઇસ પ્રેસિડેન્ટ સુબ્રત સતપથી સહિત સત્તાધીશો, પાલિકાના સભ્યો તેમજ મોટી સંખ્યામાં આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.