અંકલેશ્વર: હાઇવે પર સર્જાતી ટ્રાફિકજામની સમસ્યા, કેબિનેટ મંત્રી પુર્ણેશ મોદી નીકળ્યા લોકોની વેદના જાણવા

પુર્ણેશ મોદીએ આજે વડોદરાથી વલસાડ સુધી હાઇવેનું નિરીક્ષણ કરી તેને તાત્કાલિક દુરસ્ત કરવાના નેશનલ હાઇવે ઓથોરિટીને આદેશો આપ્યા

અંકલેશ્વર: હાઇવે પર સર્જાતી ટ્રાફિકજામની સમસ્યા, કેબિનેટ મંત્રી પુર્ણેશ મોદી નીકળ્યા લોકોની વેદના જાણવા
New Update

ભરૂચ અને અંકલેશ્વર નજીક હાઇવે પર સર્જાતી ટ્રાફિકજામની પરિસ્થિતિ બાદ આજરોજ રાજ્યના માર્ગ અને મકાન વિભાગના મંત્રી પુર્ણેશ મોદીએ ખરોડ ચોકડી નજીક ચાલી રહેલ કામગીરીનું નિરિક્ષણ કર્યું હતું ભરૂચ જિલ્લાના શીરો વેદના સમાન અંકલેશ્વરની ખરોડ ચોકડી ઉપર ટ્રાફિક જામ હલ કરવા માટે સોમવારે રાજ્યના માર્ગ અને મકાન વિભાગના મંત્રી પૂર્ણેશ મોદીએ ખરોડ ચોકડી આવી સ્થળ મુલાકાત લીધી હતી.

નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ તેમજ કોન્ટ્રાક્ટરોને રોડનું કામ ઝડપી ગતિએ ચાલે તેમજ સર્વિસ રોડ પણ તાત્કાલિક અસરથી બનાવી દઈ ટ્રાફિકની સમસ્યા હલ કરવાના સૂચન નિર્દોષો આપ્યા હતા. ગુજરાતના માર્ગ અને મકાન વિભાગના મંત્રી પૂર્ણેશ મોદી નેશનલ હાઇવે ઓથોરિટીના પ્રોજેક્ટ ડાયરેક્ટર સુરજકુમાર સીંગ. પ્રોજેક્ટ ડાયરેક્ટર રાહુલ જલન, દિલીપસિંહ બોરાદરા તેમજ અન્ય હાઇવેના અધિકારીઓ હાજર રહ્યા હતા ટ્રાફિક સમસ્યા હલ થાય એ અત્યંત જરૂરી બની રહ્યું છે.

મંત્રીએ આજે વડોદરાથી વલસાડ સુધી હાઇવેનું નિરીક્ષણ કરી તેને તાત્કાલિક દુરસ્ત કરવાના નેશનલ હાઇવે ઓથોરિટીને આદેશો આપ્યા હતા. હવે હજારો વાહન ચાલકોની હાઈવેની સમસ્યા ક્યારે હલ થાય છે તે જોવું રહ્યું.

#ConnectGujarat #Traffic jam #Ankleshwar #Cabinet Minister #National Highway Authority #purneshmodi #ટ્રાફિકજામની સમસ્યા #પુર્ણેશ મોદી
Here are a few more articles:
Read the Next Article