Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર : પાલિકાની ખાસ સામાન્ય સભા તોફાની બની, વિકાસ કામો નહીં થતાં હોવાના વિપક્ષના આક્ષેપ…

નગરપાલિકાની વાર્ષિક બજેટ અંગેની જનરલ બોર્ડની ખાસ સામાન્ય સભા મળી હતી. જેમાં રૂ. 95.20 કરોડ પુરાંતવાળુ બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું.

X

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નગરપાલિકાની વાર્ષિક બજેટ અંગેની જનરલ બોર્ડની ખાસ સામાન્ય સભા મળી હતી. જેમાં રૂ. 95.20 કરોડ પુરાંતવાળુ બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું.

આજરોજ અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ વિનય વસાવાના અધ્યક્ષસ્થાને ખાસ સામાન્ય સભા મળી હતી. જેમાં રેવન્યુ, ગ્રાન્ટ કેપિટલ ઉપજ સહિત રૂ. 81.56 કરોડ અને કુલ ખર્ચ રેવન્યુ, કેપિટલ ગ્રાન્ટ 86.56 કરોડની જોગવાઈ સાથે બંધ સિલક 8.71 કરોડનું પુરાંતવાળુ બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું. સામાન્ય સભા શરૂ થતાં જ વિપક્ષના નેતા જહાંગીરખાન પઠાણે શાસક પક્ષ દ્વારા જે બજેટ રજૂ કરાયું હતું, તેમાં પોણા ભાગનું કામ નથી થતું તેવા આક્ષેપો કરતા સામાન્ય સભા તોફાની બની હતી. આક્ષેપ પ્રતિઆક્ષેપો વચ્ચે બજેટ ઉપર ચર્ચા કરવાને સ્થાને બન્ને પક્ષો સામસામે આવી ગયા હતા. એક તબ્બકે પાલિકાનું લાખો રૂપિયાનું વીજ બિલ હજુ ભરાયું નથી તે મુદ્દે ચર્ચા ગરમાગરમી ઉપર પહોંચી જતા વિપક્ષી સભ્યોએ બજેટની કોપી ફાડી નાંખી સભાખંડમાં હવામાં ઉડાડી દઈ વોક આઉટ કર્યો હતો. વિપક્ષે આક્ષેપ કર્યો હતો કે, શાસક પક્ષ બજેટ ઉપરની ચર્ચાથી દૂર ભાગવા અન્ય બેતુકા મુદ્દાઓ ઉછાળી મુંગેરીલાલ કે, હંસીન સાપને જેવુ બજેટ નગરના પ્રજાજનો પર થોપી બેસાડવા માંગે છે, તેવો પણ આક્ષેપ કર્યો હતો. જોકે, વિપક્ષના વોક આઉટ બાદ શાસક પક્ષે માત્ર 2 જ મિનિટમાં બજેટ અંગેની આ ખાસ સભા આટોપી લીધી હતી. ઉલ્લેખનીય છે કે, આગામી વર્ષ દરમ્યાન અંકલેશ્વર નગરપાલિકા દ્વારા રોડ રસ્તા ડ્રેનેજ, બ્યુટીફીકેશન, ગામ તળાવની ફરતે વોકિંગ પાથ અને ફૂડ કોર્ટ સહીતના વિકાસ કામો માટેનો રોડ મેપ આ બજેટમાં લક્ષ્યાંક પર રાખવામાં આવ્યો છે.

Next Story