New Update
/connect-gujarat/media/post_banners/bb2085987c05fa2760e53d39f8c53a7e4d6974c2a3d9d47ee486ecf7d2398b7f.webp)
અંકલેશ્વરના બાકરોલ ગામની સીમમાંથી ચાર વીજ ટ્રાન્સફોર્મરમાંથી કોપર મળી કુલ 1.59 લાખથી મુદ્દામાલની ચોરી કરી તસ્કરો ફરાર થઇ ગયા હતા.
અંકલેશ્વર તાલુકાના બાકરોલ ગામની સીમમાં આવેલ અરવિંદભાઈ વિઠ્ઠલભાઈ પટેલના ખેતરમાં વીજ કંપની દ્વારા ખેતીવાડી માટે વીજ ટ્રાન્સફોર્મર મુકવામાં આવ્યું છે જે વીજ ટ્રાન્સફોર્મરને ચોરોએ નિશાન બનાવ્યું હતું અને વીજ ટ્રાન્સફોર્મરમાંથી ઓઇલ ઢોળી, સ્તડ તોડી અને કોપર કોઈલની ચોરી કરી ફરાર થઇ જ્યારે ગામની સીમમાં અન્ય ત્રણ ખેડૂતોના ખેતરમાં ઉભી કરાયેલ નવી વીજ લાઈન પરથી કંડકટર વાયર મળી કુલ 1.59 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા
Latest Stories