Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર : ટી.એમ.શાહ એન્ડ એ.વી.એમ. વિદ્યામંદિર શાળાના વિદ્યાર્થીઓએ લીધી શહેર પોલીસ મથકની મુલાકાત...

વિદ્યાર્થીઓએ વાયરલેશ રૂમ, રાયઈટર વિભાગ, પોલીસ વાહનોની કામગીરી સાથે વિવિધ શસ્ત્રોની જાણકારી મેળવી હતી.

X

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરની ટી.એમ. શાહ એન્ડ એ.વી.એમ. વિદ્યામંદિર શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓમાં અભ્યાસની સાથોસાથ બાહ્ય જ્ઞાન પણ કેળવાય તે હેતૂથી અંકલેશ્વર શહેર પોલીસ મથકની મુલાકાત લેવામાં આવી હતી.

પોલીસ પ્રજાનો મિત્ર છે, પોલીસની સેવાઓ અને પાલીસ તંત્રની કામગીરીથી વિદ્યાર્થીઓ વાકેફ થાય તે હેતુથી અંકલેશ્વર શહેરની ટી.એમ. શાહ એન્ડ એ.વી.એમ. વિદ્યામંદિર શાળામાં અભ્યાસ કરતાં ધોરણ-9ના વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓએ અંકલેશ્વર શહેર પોલીસ મથકની મુલાકાત લીધી હતી,

જ્યાં વિદ્યાર્થીઓએ વાયરલેશ રૂમ, રાયઈટર વિભાગ, પોલીસ વાહનોની કામગીરી સાથે વિવિધ શસ્ત્રોની જાણકારી મેળવી હતી. આ સાથે જ વિદ્યાર્થીઓને મૂંઝવતા પ્રશ્નો અંગે પણ અંકલેશ્વર શહેર પોલીસ મથકના પી.આઈ.એ વિગતવાર માહિતી આપી હતી. આ મુલાકાત દરમ્યાન શાળાના શિક્ષક મહેશ વસાવા અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Next Story