અંકલેશ્વર: રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ટેમ્પા ચાલકે રિક્ષાને ટક્કર મારતા 6 વર્ષીય બાળકનું કરૂણ મોત, 3 લોકોને ઇજા

નેશનલ હાઇવે ઉપર વર્ષા હોટલ પાસેના યુ ટર્ન નજીક આઈસર ટેમ્પો ચાલકે રિક્ષાને ટક્કર મારતા ૬ વર્ષીય બાળકનું ગંભીર ઇજાના પગલે ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું

New Update
અંકલેશ્વર: રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ટેમ્પા ચાલકે રિક્ષાને ટક્કર મારતા 6 વર્ષીય બાળકનું કરૂણ મોત, 3 લોકોને ઇજા

અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર વર્ષા હોટલ પાસેના યુ ટર્ન નજીક આઈસર ટેમ્પો ચાલકે રિક્ષાને ટક્કર મારતા ૬ વર્ષીય બાળકનું ગંભીર ઇજાના પગલે ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું જયારે 3 વ્યક્તિઓને ઇજા પહોંચી હતી

અંકલેશ્વરના કોસમડી ગામના પટેલ ફળિયામાં રહેતા ૪૨ વર્ષીય મહેન્દ્ર મોહન પટેલ ગતરોજ પોતાના સાળાની રીક્ષા નંબર-જી.જે.૧૬.એ.ટી.૩૩૧૬ લઇ પાદરા તાલુકાના કુરાલ ગામ ખાતે રહેતી તેઓની બહેન અલ્કાબેન ભાવેશ પટેલને લેવા ગયા હતા જેઓના બહેન અને ભાણી વિધિ તેમજ ભાણેજ પ્રેમકુમારને લઇ અંકલેશ્વર ખાતે આવી રહ્યા હતા તે દરમિયાન રાતે આઠ વાગ્યાના અરસામાં અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર વર્ષા હોટલ પાસેના યુ ટર્ન નજીકથી પસાર થઇ રહ્યા હતા તે દરમિયાન આઈસર ટેમ્પો નંબર-જી.જે.૧૬.એ.વી.૧૭૩૫નો ચાલક અચાનક યુ ટર્ન લઇ રીક્ષાને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં ૬ વર્ષીય પ્રેમકુમારને ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જયારે મહેન્દ્ર પટેલ અને તેઓની બહેન તેમજ ભાણીને ઈજાઓ પહોંચી હતી અકસ્માત અંગે શહેર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Latest Stories