/connect-gujarat/media/post_banners/2560f21c516f20fd72c3dbdd9d1f10e90d422af78681e20df34c404e775a874c.webp)
અંકલેશ્વરમાં મહાત્મા ગાંધીના નિર્વાણ દિનને શહીદ દિન તરીકે મનાવાતા ઠેર ઠેર સરકારી કચેરીઓમાં બે મિનિટ મૌન પાળવામાં આવ્યુ હતુ. જાહેર સ્થળો પર પણ સ્વયં ભૂ લોકોએ બે મિનિટ મૌન પાળ્યુ હતુ.
દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના નિર્વાણ દિનને શહીદ દિવસ તરીકે મનાવવામાં આવે છે. આજરોજ તા.૩૦મી જાન્યુઆરીએ શહીદ દિન નિમિતે સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા સવારે ૧૧ કલાકે વિવિધ સરકારી કચેરીઓ ઉપરાંત પોલીસ મથકો ઉપર સરકારી કર્મચારીઓએ એકત્ર થઇ બે મિનિટનું મૌન પાળ્યુ હતુ.તો વિવિધ પોલીસ મથકો પર પોલીસ કર્મીઓએ પણ મૌન પાળી શહીદોને શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી હતી.વહીવટી તંત્રની જાહેર જનતા જોગ અપીલને પગલે અંકલેશ્વરના જાહેરસ્થળોએ ૧૧ કલાકે સ્વયં ભૂ ટ્રાફિક થંભી ગયો હતો અને લોકો વાહન ચાલકોએ મૌન પાળ્યુ હતુ.