Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર : યુક્રેનથી બે વિદ્યાર્થીઓ વાયા રોમાનિયા થઇને ઘરે પરત આવ્યાં, પરિવારને હાશકારો

યુક્રેનમાં મેડીકલનો અભ્યાસ કરવા ગયેલાં અંકલેશ્વરનો વિદ્યાર્થી અને વિદ્યાર્થીની હેમખેમ ઘરે પરત આવી ગયાં છે.

X

અંકલેશ્વરની આદિનાથ સોસાયટીમાં રહેતો ક્રિષ્ના પટેલ તેમજ જીઆઇડીસીની સોસાયટીમાં રહેતી હેતશ્રી પરમાર યુક્રેનથી હેમખેમ પરત આવી ગયાં છે. ક્રિષ્ના યુક્રેનના ટર્નોપિલમાં મેડીકલના પાંચમા વર્ષમાં અભ્યાસ કરતો હતો. રશિયાએ હુમલો શરૂ કરી દેતાં તે ટર્નોપિલથી 35 કીમીના અંતરે આવેલી રોમાનીયા સરહદ સુધી જવા માટે નીકળી ગયો હતો.

પણ બસના ડ્રાયવરે બોર્ડરથી 10 કીમી દુર ઉતારી દીધાં હતાં. રોમાનિયાની બોર્ડર પર હજારો લોકોનો જમાવડો હતો. હાંજા ગગડાવતી ઠંડીની વચ્ચે તે રોમાનિયા પહોંચ્યો હતો. જયાં રોમેનિયન લોકોએ તમામ માટે નિ:શુલ્ક ભોજન સહિત અન્ય જરૂરી ચીજ વસ્તુઓ પૂરી પાડી હતી.

રોમાનીયાથી ભારતીય દુતાવાસે દીલ્હી આવવાની વ્યવસ્થા કરી આપી હતી. ભારત હેમખેમ આવ્યા બાદ હવે મને ચિંતા અભ્યાસની છે. યુનિવર્સિટીએ અમને કહ્યુ છે કે, બે મહિના પછી પરીક્ષા લેવામાં આવશે પણ આ પરીક્ષા કેવી રીતે લેવાશે તે અંગે તો હાલ મારા સહિતના તમામ વિદ્યાર્થીઓ અનિશ્ચિતતા અને મૂંઝવણ અનુભવી રહ્યા છે. અંકલેશ્વરની અન્ય એક છાત્રા હેતશ્રી પરમાર પણ યુક્રેનથી તેના ઘરે આવી ચુકી છે

Next Story