Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર : નવી નગરી સ્થિત ગુરુદ્વારા ખાતે વીર બાલ દિવસ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા...

નવી નગરી સ્થિત ગુરુદ્વારા ખાતે શીખ ધર્મના 10મા ગુરુ ગોવિંદસિહના પુત્રોના શહાદતની યાદીમાં વીર બાલ દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

X

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના નવી નગરી સ્થિત ગુરુદ્વારા ખાતે શીખ ધર્મના 10મા ગુરુ ગોવિંદસિહના પુત્રોના શહાદતની યાદીમાં વીર બાલ દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

શીખ ધર્મના 10મા ગુરુ ગોવિંદસિંહના પુત્રો બાબા ફતેહ સિંહ અને જોરાવર સિંહને સન 1704માં મુઘલ જુલમી ઔરંગઝેબના સેનાપતિ વઝીર ખાન દ્વારા દીવાલમાં ચણી દેવામાં આવતા તેઓ શહીદ થયા હતા. ગત તા. 9 જાન્યુઆરી 2022ના રોજ ગુરુ ગોવિંદ સિંહના પ્રકાશ પર્વના દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુ ગોવિંદસિંહના પુત્રો સાહિબજાદા બાબા જોરાવર સિંહજી અને બાબા ફતેહસિંહજીની શહાદતના પ્રતીકરૂપે તા. 26મી ડિસેમ્બરને વીર બાલ દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી. જેના ભાગરૂપે આજરોજ અંકલેશ્વરની નવી નગરી સ્થિત ગુરુદ્વારા ખાતે શીખ ધર્મના 10મા ગુરુ ગોવિંદસિહના પુત્રોની શહાદતની યાદીમાં વીર બાલ દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. આ પ્રસંગે અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વર પટેલ, અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ લલિતા રાજપુરોહિત, પાલિકાના કારોબારી ચેરમેન નિલેષ પટેલ, પૂર્વ પ્રમુખ વિનય વસાવા, શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ સહિત મોટી સંખ્યામાં શીખ ધર્મના અનુયાયીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Next Story