Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર : વિપ્ર ફાઉન્ડેશન દ્વારા રામચરિતમાનસ પૂજન-અર્ચન સહિત હનુમાન ચાલીસા પાઠ યોજાયો…

અંકલેશ્વર : વિપ્ર ફાઉન્ડેશન દ્વારા રામચરિતમાનસ પૂજન-અર્ચન સહિત હનુમાન ચાલીસા પાઠ યોજાયો…
X

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર GIDC વિસ્તાર સ્થિત પશુપતિનાથ મંદિર ખાતે વિપ્ર ફાઉન્ડેશન પરિવાર દ્વારા દેવ, દેવાલય, દેવભૂમિ, દેવદૂત વંદન કાર્યક્રમ અંતર્ગત શ્રી રામચરિતમાનસ પૂજન તેમજ શ્રી હનુમાન ચાલીસા પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિપ્ર ફાઉન્ડેશન પરિવારના પ્રમુખ યોગેશ પારિક દ્વારા શ્રી રામચરિતમાનસની મંદિરમાં સ્થાપના કરી પાવન પૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પશુપતિનાથ મંદિરના ટ્રસ્ટી આર.એન.શુકલા દ્વારા ઉપસ્થિત વિપ્ર ફાઉન્ડેશનના હોદ્દેદારો તથા સભ્યોનું ખેસ પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું. વિપ્ર ફાઉન્ડેશનના ઉપાધ્યક્ષ સંદીપ શર્મા દ્વારા મંદિરના મહંતની સહાયથી શ્રી રામચરિતમાનસનું વિધિવત પૂજન કરવામાં આવ્યું હતું.

ભગવાન શ્રી રામના ચારિત્ર્યને વિસ્થાપિત કરતાં શ્રી રામચરિતમાનસનું કાર્યક્રમમાં ઉપસ્થિત વિપ્ર ફાઉન્ડેશનના પ્રમુખ યોગેશ પારિક, મહામંત્રી કે.આર.જોશી, બજરંગ સારસ્વત, ઉપાધ્યક્ષ સંદીપ શર્મા, સંગઠન મંત્રી પ્રમોદ શર્મા, ભાસ્કર આચાર્ય સહિત પશુપતિનાથ મંદિરના ટ્રસ્ટી આર.એન.શુકલા, એચ.આર.ત્રિપાઠી, દિપક ઉપાધ્યાય તથા મોટી સંખ્યામાં ઉપસ્થિત ભાવિક ભક્તોએ પુષ્પ અર્પણ કરી પુજા-અર્ચના કરી હતી. કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌકોઈએ સનાતન ધર્મની પ્રણાલી મુજબ જગ કલ્યાણ અર્થે શ્રી હનુમાન ચાલીસાનું સમૂહ પઠન કર્યું હતું. આવી જ રીતે અંકલેશ્વર ગાર્ડન સિટી ખાતે પણ વિપ્ર ફાઉન્ડેશન દ્વારા શ્રી રામચરિતમાનસ પૂજન તેમજ શ્રી હનુમાન ચાલીસા પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં વિપ્ર ફાઉન્ડેશનના મહામંત્રી કે.આર.જોશીએ મહત્વની ભૂમિકા ભજવી હતી.

Next Story