Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર : કોઈપણ ડિજિટલ પેમેન્ટ કરતાં પહેલા વેપારીઓ ચેતજો, તમારી સાથે પણ બની શકે છે આવી ઘટના..!

વેપારી સાથે ડિજિટલ પેમેન્ટના નામે છેતરપિંડી થઈ હોવાનું સામે આવ્યું છે. Paytm સાઉન્ડ બોક્સ રૂપિયા 499માં આપવાનું કહેતા વેપારી સહમત થાય છે.

X

અંકલેશ્વરના વેપારી સાથે ડિજિટલ પેમેન્ટના નામે છેતરપિંડી થઈ હોવાનું સામે આવ્યું છે. Paytm સાઉન્ડ બોક્સ રૂપિયા 499માં આપવાનું કહેતા વેપારી સહમત થાય છે. અને સાઉન્ડ બોક્ષનો ડેમો બતાવે છે. જેમાં મોબાઈલથી એક રૂપિયો નાખવાનું કહે છેમ પણ ટ્રાન્ઝેકશન ફેઈલ થાય છે.

https://youtu.be/lwPkGH-ccRgઆ ઠગ વેપારીને "હું મીરાનગર જાઉં છું, અને બીજું સીમ કાર્ડ લઈને આવું છું."ની વાર્તા કરી જાય છે. આ દરમિયાન પહેલાથી જ વેપારીનો મોબાઈલ પાસવર્ડ અને સ્ક્રીન લોક ઠગ યુવાને જાણી લીધા હોય છે. જોકે, વેપારી મોટી ભૂલ કરી દે છે. તે મોબાઈલ દુકાન ઉપર જ છોડી ભજીયાની લારીનો ધારક કામ અર્થે બહાર નીકળી જાય છે, ત્યારે લાગ જોઈને બેઠેલો ગઠિયો ફરીથી આવે છે, અને મોબાઈલના પાસર્વર્ડ અને સ્ક્રીન લોકના આધારે એકાઉન્ટમાંથી રૂપિયા 8 હજાર 300 સેરવી લે છે. પે-ટીએમ સાઉન્ડ બોક્સના નામે પોતાની સાથે કુલ 8799 રૂપિયાની ઠગાઈ થઇ હોવાનું માલુમ પડતા જ વેપારીએ અંકલેશ્વર GIDC પોલીસ મથકે જાણ કરી હતી, ત્યારે હાલ તો પોલીસે વેપારીની ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

Next Story