અંકલેશ્વર: જાણીતા મોટીવેશનલ સ્પીકર નેહલ ગઢવીએ સામાજિક સમસ્યાઓ અને સમાધાન અંગે આપ્યુ વક્તવ્ય

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ નવદુર્ગા ગરબા ગ્રાઉન્ડ ખાતે સામાજિક સમસ્યાઓ અને સમાધાન અંગે સેમીનાર યોજાયો હતો

New Update
અંકલેશ્વર: જાણીતા મોટીવેશનલ સ્પીકર નેહલ ગઢવીએ સામાજિક સમસ્યાઓ અને સમાધાન અંગે આપ્યુ વક્તવ્ય

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ નવદુર્ગા ગરબા ગ્રાઉન્ડ ખાતે સામાજિક સમસ્યાઓ અને સમાધાન અંગે સેમીનાર યોજાયો હતો જેમાં જાણીતા મોટીવેશનલ સ્પીકર નેહલ ગઢવીએ વક્તવ્ય આપ્યુ હતું

અંકલેશ્વર નવદુર્ગા મિત્ર મંડળ દ્વારા જી.આઈ.ડી.સી.માં આવેલ ગટ્ટુ સ્કુલ સામેના નવદુર્ગા ગરબા ગ્રાઉન્ડ ખાતે ગુજરાતના નામાંકિત સાહિત્યકાર અને મોટીવેશનલ સ્પીકર નેહલબેન ગઢવીએ સામાજિક સમસ્યાઓ અને સમાધાન અંગે વક્તવ્ય રજુ કર્યું હતું આ સેમીનારમાં એ.આઈ.એ.ના પ્રમુખ જશું ચૌધરી,નવદુર્ગા મિત્ર મંડળના પ્રમુખ સુરેશ પટેલ,ઓમકાર ગ્રૂપના હસમુખ પટેલ અને એન.કે.નાવડિયા,હિતેન આનંદપુરા,મનોજ આનંદપુરા,ચંદ્રેશ દેવાણી તેમજ નોટિફાયર ચેરમેન મનસુખ વેકડીયા સહીત આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories