/connect-gujarat/media/post_banners/5424089a9c3e1fbb686633b9a73de5af280362aaa0887d92c1997f6cc45f14fb.jpg)
અંકલેશ્વરના લેકવ્યું પાર્કના નાળામાંથી 10 દિવસથી ગુમ અસ્થિર મગજની મહિલા મળી આવી હતી જેને સારવાર અર્થે ખસેડવામાં આવી હતી
અંકલેશ્વર શહેરમાં આવેલ લેકવ્યું પાર્કમાં આવેલ નાળામાંથી એક મહિલા મળી આવી હતી જે અંગેની જાણ અંકલેશ્વર નગપાલિકાના ફાયર વિભાગમાં કરતાં ફાયર ફાયટરો સ્થળ પર દોડી આવ્યા હતા અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી તેને બહાર કાઢી હતી તેણીએ પાંચ દિવસથી ખાધા-પીધા વિનાથી તેને સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે મહિલા અસ્થિર મગજની હોવા સાથે છેલ્લા 10 દિવસથી ઘરેથી ગુમ થઈ હોવાનું જાણવા મળ્યું છે.આ મહિલા 23 વર્ષમાં 20થી વધુ વાર અચાનક ગુમ થઈ જતી હોવાનું પણ જાણવા મળ્યું છે.