Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર: જયાબહેન મોદી કેન્સર સેન્ટર ખાતે "વર્લ્ડ નો ટોબેકો ડે"ની ઉજવણી,લોકોને તમાકુથી દૂર રહેવા આપવામાં આવી માહિતી

અંકલેશ્વરના જયાબેન મોદી કેન્સર સેન્ટર ખાતે આજરોજ "વર્લ્ડ નો ટોબેકો ડે" ની ઉજવણી કરવામાં આવી હતી

X

અંકલેશ્વરના જયાબેન મોદી કેન્સર સેન્ટર ખાતે આજરોજ "વર્લ્ડ નો ટોબેકો ડે" ની ઉજવણી કરવામાં આવી હતી

દરવર્ષે ૩૧ મેને "વર્લ્ડ નો ટોબેકો ડે" તરીકે ઉજવામાં આવે છે જેને લઇ આજરોજ જયાબેન મોદી કેન્સર સેન્ટર ખાતે "આપણે તમાકુની નહીં, ખોરાકની જરૂર છે"ની થીમ પર એક નાટક ભજવવામા આવ્યુ હતુ.ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ અનુસાર ભારતમાં, ૨૦૨૦ માં દેશના કુલ કેન્સર દરમાં તમાકુ સંબંધિત કેન્સરનો હિસ્સો 27% હતો. તો આ અંગે જાગૃતતા લાવવા માટે શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલ સંચાલિત જે.બી.મોદી કેન્સર સેન્ટરમાં લોકજાગૃતિ માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ હતુ જેમાં મોંઢા અને જડબાના કેન્સરના નિષ્ણાંત ડૉ. દિનેશ શાહ અને ઓક્યુપેશનલ હેલ્થના નિષ્ણાંત ડૉ. નિશાંત મિસ્ત્રી દ્વારા ખુબજ મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી હતી

Next Story