Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર : પતંગની દોરી બની શકે છે "યમદુત", સલામતી માટે "તાર"નો સહારો

ભરૂચમાં પતંગની દોરીથી પરણિતાના મોત બાદ બ્રિજ પર તાર લગાડવાની શરૂઆત કરવામાં આવી છે.

X

ભરૂચમાં પતંગની દોરીથી પરણિતાના મોત બાદ બ્રિજ પર તાર લગાડવાની શરૂઆત કરવામાં આવી છે. ભરુચના ભુગૃઋુષિ બ્રિજ બાદ હવે અંકલેશ્વરના ઓએનજીસી બ્રિજ પર તાર લગાડવામાં આવી રહયાં છે.

ઉત્તરાયણના પર્વ નિમિત્તે પતંગ ચગાવવાની મજા અન્ય લોકો માટે મોતની સજા બની જાય છે. ઉત્તરાયણ પહેલાં જ ભરૂચમાં પતંગના દોરાથી ગળુ કપાય જતાં આશાસ્પદ પરણિતાનું મોત થયું હતું. પુત્રી નજર સામે જ પતંગના દોરાએ માતાનો ભોગ લેતાં સૌ કોઇની પાંપણો ભીંજાય ગઇ હતી. કરૂણાંતિકા બાદ ભરૂચના ભોલાવ વિસ્તારમાં આવેલ ભૃગુઋષિ ઓવરબ્રિજ પર તાર લગાવી દેવામાં આવ્યાં છે. ભરૂચ બાદ હવે અંકલેશ્વરમાં પણ તકેદારીના પગલાં ભરવામાં આવી રહયાં છે. અંકલેશ્વરના વાહનોથી ધમધમતાં ઓએનજીસી બ્રિજ પર તાર લગાડવામાં આવી રહયાં છે.

Next Story