New Update
આંતરાષ્ટ્રીય યોગ દિવસ-2024ની ઉજવણી અંતર્ગત 100 દિવસના કાઉન્ટડાઉનના ભાગરૂપે અંકલેશ્વરના GIDC વિસ્તાર સ્થિત કમલમ ગાર્ડન ખાતે યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ કોચ અશોક ઓઝા તેમજ વીરેન્દ્ર ભોરે દ્વારા યોગ સાધકોને વિવિધ યોગ વિષે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ઝોનલ કોર્ડીનેટર સ્વાતિ ધાનાણી, જિલ્લા કોર્ડીનેટર ભાવિની ઠાકર, ભરૂચના યોગ કોચ અર્પણા બિલોરે, બિનિતા પ્રજાપતિ અને કિરણ જોગીદાસ સહિત 800થી વધુ યોગ સાધકોએ ઉપસ્થિત રહી ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
Latest Stories