/connect-gujarat/media/post_banners/a583c26fd378f33d62647b848b983aa914f7511ad2b84ad4a075593cb1d7c0d6.jpg)
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેર ખાતે ભાજપ ધારાસભ્ય કાર્યાલયથી અંકલેશ્વર યુવા ભાજપ દ્વારા ભાજપ સદસ્યતા અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી.
ગુજરાતમાં આગામી ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે ભાજપ દ્વારા સદસ્યતા અભિયાન અંતર્ગત સભ્ય નોંધણીનું કાર્ય હાથ ધરવામાં આવ્યું છે.ભારતની સૌથી મોટી રાજકીય પાર્ટી ભાજપ દ્વારા પાર્ટીની વિચારધારા જનજન સુધી પહોંચે અને વધુને વધુ લોકો પાર્ટીની વિચારધારા સાથે જોડાય તે માટે ભાજપ દ્વારા સદસ્યતા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે, જેના ભાગરૂપે આજરોજ અંકલેશ્વર યુવા ભાજપ દ્વારા અંકલેશ્વરના મેઘના આર્કેટ શોપિંગ સેન્ટર ખાતે આવેલા ભાજપ ધારાસભ્ય કાર્યાલયથી ભાજપ સદસ્યતા અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. આ સદસ્યતા વૃધ્ધિ અભિયાનમાં અંકલેશ્વર તાલુકાના તમામ લોકો જોડાય શકે છે. જેમાં 7878182182 નંબર પર કોલ કરવાથી એક મેસેજ મળશે, અને આપેલ લીંક પર ક્લીક કરવાથી ફોર્મ ખુલશે, જેમાં જરૂરી વિગતો ભરી સબમીટ કરવાથી કોઇપણ વ્યક્તિ ભાજપાનો પ્રાથમિક સભ્ય બની શકે છે. આ પ્રસંગે યુવા ભાજપના પ્રમુખ નગરપાલિકા પ્રમુખ વિનય વસાવા, શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.