ફાઈટર એરક્રાફ્ટના દિલધડક સ્ટંટ જોવા માટેનો ભરૂચ નગરવાસીઓને અનેરો અવસર...

સૂર્યકિરણ ડિસ્પ્લે ભરૂચના દહેગામ નજીક દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ-વે ખાતે દિલધડક એર-શોનું આયોજન કરવામાં આવ્યું

New Update
ફાઈટર એરક્રાફ્ટના દિલધડક સ્ટંટ જોવા માટેનો ભરૂચ નગરવાસીઓને અનેરો અવસર...

ભારતીય વાયુ સેનાની 9 એરક્રાફ્ટ ટીમ દ્વારા યોજાશે એર-શો

દહેગામ પાસે એક્સપ્રેસ-વે ખાતે દિલધડક એર-શોનું આયોજન

એરક્રાફ્ટની ટીમ દ્વારા યોજાનાર એર-શોનું રિહર્સલ યોજાયું

એર-શોનો નજારો માણવા ક્લેક્ટર દ્વારા લોકોને અનુરોધ કરાયો

નવયુવાનો ભારતીય સૈન્યમાં જોડાય તે માટેનો સ્તુત્ય પ્રયાસ

તા. 20મી જાન્યુઆરીના રોજ ભારતીય વાયુ સેનાની 9 એરક્રાફ્ટ એરોબેટિક ટીમ ભરૂચના દહેગામ નજીક દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ-વે ખાતે દિલધડક એર-શો દ્વારા ગગન ગજવવા જઈ રહ્યા છે, ત્યારે ભારતીય વાયુ સેનાની એરક્રાફ્ટ એરોબેટિક ટીમ દ્વારા યોજાનાર એર-શોનું રિહર્સલ યોજાયું હતું.

ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર તથા ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશન અને ભરૂચ સિટીઝન કાઉન્સિલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે તા. 20મી જાન્યુઆરી શનિવારના રોજ બપોરે 3થી 4:30 દરમિયાન રિમોટ કંટ્રોલ્ડ એર મોડલ શો તથા સૂર્યકિરણ ડિસ્પ્લે ભરૂચના દહેગામ નજીક દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ-વે ખાતે દિલધડક એર-શોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનું રિહર્સલ ઇવેન્ટના પૂર્વ દિને યોજાયું હતું, ત્યારે આ રિહર્સલ ઇવેન્ટને નિહાળવા મોટી સંખ્યામાં ભરૂચના નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

સૂર્યકિરણ એર-શો નાગરિકોને ખાસ કરીને યુવાનોને ભારતીય વાયુ સેના સાથે જોડાવામાં મદદ કરવાની અનન્ય તક પુરી પાડે છે, તેમજ તે યુવા પેઢીમાં આપણી માતૃભૂમિની સેવા કરવા માટે ભારતીય વાયુ સેનામાં કરકિર્દી બનાવવાનો જુસ્સો જગાડશે. ભારતીય વાયુ સેનાની સૂર્યકિરણ ટીમ, જે એશિયાની એકમાત્ર 9 એરક્રાફ્ટ એરોબેટિક ટીમ તરીકે ઓળખાય છે. તેઓ તેમના અદભૂત કૌશલ્યનું પ્રદર્શન કરશે. જેનો નજારો માણવા ભરૂચ જિલ્લા ક્લેક્ટર તુષાર સુમેરાએ જિલ્લાવાસીઓને અનુરોધ કર્યો છે. જેમાં ભરૂચ જિલ્લાની શાળા અને કોલેજના વિદ્યાર્થીઓને આ અદભૂત ઘટનાના સાક્ષી બનવા માટે આમંત્રિત કરવામાં આવ્યા છે.

Latest Stories