ભરૂચ : 108 ઈમરજન્સી સેવાના સ્ટાફે એમ્બ્યુલન્સ દિવસની કરી ઉજવણી

ભરૂચમાં ૧૦૮ ઇમરજન્સી સેવાની 19 એમ્બ્યુલન્સના ૯૦ જેટલા કર્મચારીઓએ એમ્બ્યુલન્સની સાફ-સફાઈ કરી એમ્બ્યુલન્સ ડેની ઉજવણી કરી

New Update
ભરૂચ : 108 ઈમરજન્સી સેવાના સ્ટાફે એમ્બ્યુલન્સ દિવસની કરી ઉજવણી

ભરૂચમાં ૧૦૮ ઇમરજન્સી સેવાની 19 એમ્બ્યુલન્સના ૯૦ જેટલા કર્મચારીઓએ એમ્બ્યુલન્સની સાફ-સફાઈ કરી એમ્બ્યુલન્સ ડેની ઉજવણી કરી.

ભરૂચમાં ૧૦૮ ઈમરજન્સી સેવા છેલ્લા 14 વર્ષથી લોકોનો જીવ બચાવવાનો ઉત્તમ કામ કરી રહી છે જ્યારે પણ કોઈ પણ ઈમરજન્સી આવે તો તે સમયે ૧૦૮ સેવા હંમેશા લોકોના પડખે ઉભી રહે છે કોરોનાની મહામારી હોય કે પછી માર્ગ અકસ્માત હોય, કે પછી પ્રસૃતિને લગતી ઈમરજન્સી હોય ૧૦૮સેવા હર હંમેશ કોઈપણ ઇમરજન્સીને પહોંચી વળવા તૈયાર રહે છે. ખાસ કરીને આજની વાત કરીએ તો આજે 8 જાન્યુઆરી એમ્બ્યુલન્સ ડે તરીકે ઉજવવામાં આવે છે જેના ભાગરૂપે આજરોજ ભરૂચ જિલ્લામાં 19 એમ્બ્યુલન્સના ૯૦ જેટલા કર્મચારીઓ એમ્બ્યુલન્સની સફાઈ કરી તેમાં લોકોનો જીવ બચાવીશું એવી પ્રતિજ્ઞા લીધી હતી .

Latest Stories