/connect-gujarat/media/post_banners/5b601caba989d87754389058635b08c9b7af685bbdfbea7d3c3be5df54ab6c2b.jpg)
ભરુચના નવાડેરા સ્થિત દત્ત મંદિર ખાતે રંગ અવધૂત મહારાજની જન્મ જયંતીની ઉજવણી નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ હતું
ભરુચના નવાડેરા સ્થિત દત્ત મંદિર ખાતે નારેશ્વરનાનાથ રંગ અવધૂત મહારાજની 126મી જન્મ જયંતિની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી.પૂજ્ય રંગ અવધૂત મહારાજની 126મી જન્મજયંતિ નિમિત્તે નવાડેરા દત્ત મંદિર ખાતે વહેલી સવારથી જ વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં પ્રભાતફેરી, મંગલ આરતી,દિવ્ય પાદુકા પૂજન,મહાપ્રસાદી સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ લાભ લીધો હતો