ભરૂચ લોકસભા બેઠક પર ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે કુલ 13 ઉમેદવારો આ ચૂંટણી જંગ લડશે જેમાં ભાજપ, ઇન્ડિયા ગઠબંધન અને ભારત આદિવાસી પાર્ટી વચ્ચે સીધી ટક્કર જોવા મળી રહી છે
ભરૂચ લોકસભા બેઠક પર આજરોજ ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થઈ ગયું હતું. ભરૂચ બેઠક પર કુલ 13 ઉમેદવારો ચૂંટણી જંગમાં ચૂંટણી લડશે. આજરોજ ફોર્મ પર ખેંચવાના અંતિમ દિવસે એક પણ ઉમેદવારી પત્ર પરત ખેંચાયું ન હતું જેનાથી હવે સ્પષ્ટ થઈ ચૂક્યું છે કે ભરૂચ લોકસભા બેઠક પર 13 ઉમેદવારો મેદાને છે. જેમાં ભારતીય જનતા પાર્ટીના મનસુખ વસાવા, ઇન્ડિયા ગઠબંધનના ચૈતર વસાવા અને ભારત આદિવાસી પાર્ટીના દિલીપ વસાવા વચ્ચે સીધી ટક્કર જોવા મળી રહી છે. આ ઉપરાંત આઠ અપક્ષ ઉમેદવારો પણ મેદાને છે સાથે જ બહુજન સમાજ પાર્ટી અને માલવા કોંગ્રેસના ઉમેદવારો પણ ચૂંટણી લડશે ભરૂચ બેઠકના ઉમેદવારો પર નજર કરીએ તો
આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા, ભારતીય જનતા પાર્ટીના મનસુખ વસાવા,બહુજન સમાજ પાર્ટીના ચેતન વસાવા, માલવા કોંગ્રેસના ગીતાબેન માછી, ભારત આદિવાસી પાર્ટીના દિલીપ વસાવા અપક્ષ ઉમેદવારો ઇસ્માઇલ પટેલ, ધર્મેશ વસાવા, નવીન પટેલ નારણ રાવલ, મિર્ઝા આબિદ બેગ યાસીન બેગ, મિતેશ પઢિયાર,યુસુફ હસનઅલી અને સાજીદ યાકુબ મુનશી હવે ચૂંટણીના જંગમાં છે