Connect Gujarat
ભરૂચ

ભરૂચ:નિવૃત્ત પોલીસ કર્મચારીના પત્નીના ગળામાંથી સોનાની ચેઇન તોડી બાઇક સવાર બે ઇસમો ફરાર

ભરૂચ:નિવૃત્ત પોલીસ કર્મચારીના પત્નીના ગળામાંથી સોનાની ચેઇન તોડી બાઇક સવાર બે ઇસમો ફરાર
X

ભરૂચ શહેરના ઝાડેશ્વર રોડ પર આવેલાં ચામુંડા મંદિર પાસે ચાલતા જઇ રહેલાં નિવૃત્ત પોલીસકર્મી અને તેમની પત્ની પાસે એક બાઇક પર સવાર બે યુવાનોએ આવી તેમની પત્નીના ગળામાંથી 40 હજારની મત્તાની ચેઇન તથા પેન્ડલ આંચકી ફરાર થઇ ગયાં હતાં. બનાવ સંદર્ભે ભરૂચ સી ડિવિઝન પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ભરૂચ શહેરના ઝાડેશ્વર ખાતે આવેલાં શ્રીજી દર્શન બંગ્લોઝ ખાતે રહેતાં અને નિવૃત્ત પોલીસકર્મી એવા 65 વર્ષીય મહેન્દ્ર હિરાલાલ સાઇકલવાલા તેમની પત્ની માધુરી સાથે સાંજના સમયે ચાલતા ચાલતાં ઝાડેશ્વર રોડ પર આવેલાં ચામુંડા મંદિરે દર્શન કરવા માટે ગયાં હતાં. દર્શન કર્યાં બાદ તેઓ નજીકમાં આવેલી પાંઉભાજીની દુકાનેથી પાંઉભાજી લઇને ચાલતાં ચાલતાં આલેખ સોસાયટીના રસ્તેથી ઘરત તરફ જઇ રહ્યાં હતાં. દરમિયાનમાં એક બાઇક પર સવાર બે શખ્સોએ તેમની પાસે આવી તેમની પત્નીના ગળામાંથી ચેઇન તેમજ પેન્ડલ મળી કુલ 40 હજારથી વધુની મત્તાની સોનાના અછોડા આંચકી તેઓ કાંઇ સમજે તે પહેલાં ઝાડેશ્વર ચોકડી તરફ ભાગી ગયાં હતાં.

જોકે, મહેન્દ્રભાઇએ બાઇકનો નંબર નોંધી લીધો હતો. તેમણે બુમરાણ કરતાં આસપાસના લોકો એકત્ર થઇ ગયાં હતાં. જોકે, કોઇ તેમનો પિછો કરે તે પહેલાં જ ગઠિયાઓ ત્યાંથી ગાયબ થઇ ગયાં હતાં. ઘટનાને પગલે તેમણે ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.પોલીસે બન્ને આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

Next Story