/connect-gujarat/media/post_banners/7b700f1cb5fcc24cc544de619b25beb30eab5849303c7dcccc5bb7a69da42280.jpg)
ભરૂચ જિલ્લાના જંબુસરના કાવી કંબોઇ સ્થિત શ્રી સ્તંભેશ્વર મહાદેવ મંદિરની મુલાકાતે 2 વિદેશી નાગરિકો આવી પહોચ્યા હતા.
યુરોપના રિકી અને હેરિકા નામના 2 વિદેશી નાગરિકો અમદાવાદથી દાંડી પથ પર યાત્રા માટે નીકળ્યા હતા. જેઓ પોતાની દાંડીયાત્રા લઈને ભરૂચના જંબુસર ખાતે આવી પહોચ્યા હતા, ત્યારે પવિત્ર તીર્થધામ કાવી કંબોઇ સ્થિત શ્રી સ્તંભેશ્વર મહાદેવ મંદિરની પણ વિદેશી નાગરિકોએ વિશેષ મુલાકાત લીધી હતી, જ્યાં મંદિરે દરિયા દેવના જળથી શિવલિંગને થતાં જળાભિષેક જોઈ બન્ને વિદેશી નાગરિકો અભિભૂત થયા હતા. સાથે જ કાવી કંબોઇના દરિયા કિનારે રિકી અને હેરિકાએ ગુજરાતીઓ સાથે ગરબા અને ડાન્સ કરી ખૂબ મજા માણી હતી, ત્યારે વિદેશી પર્યટકોને ગરબે ઘૂમતા જોઈ હાજર લોકોમાં પણ એક રમૂજભર્યું દ્રશ્ય જોવા મળ્યું હતું.