ભરૂચ : સરકારી એન્જીનરીંગ કોલેજના 2 વિદ્યાર્થીઓએ મધ્યમ વર્ગને પોષાય તેવું ઇલેક્ટ્રિક મોપેડ બનાવ્યું

ભરૂચની સરકારી એન્જીનરીંગ કોલેજમાં અભ્યાસ કરતાં 2 વિદ્યાર્થીઓએ મધ્યમ વર્ગને પોષાય તેવું અનોખુ ઇલેક્ટ્રિક મોપેડ તૈયાર કર્યું છે.

ભરૂચ : સરકારી એન્જીનરીંગ કોલેજના 2 વિદ્યાર્થીઓએ મધ્યમ વર્ગને પોષાય તેવું ઇલેક્ટ્રિક મોપેડ બનાવ્યું
New Update

ભરૂચની સરકારી એન્જીનરીંગ કોલેજમાં અભ્યાસ કરતાં 2 વિદ્યાર્થીઓએ મધ્યમ વર્ગને પોષાય તેવું અનોખુ ઇલેક્ટ્રિક મોપેડ તૈયાર કર્યું છે.

દેશમાં દિવસેને દિવસે વધતી મોંઘવારીએ મધ્યમ વર્ગના લોકોની કમ્મર તોડી નાખી છે, જ્યારે પેટ્રોલ-ડીઝલના ભાવ ભડકે બળી રહ્યા છે. સતત વધતા પેટ્રોલ-ડીઝલના ભાવથી લોકો પરેશાન છે, ત્યારે ભરૂચની સરકારી એન્જીનરીંગ કોલેજમાં અભ્યાસ કરતાં અને શ્રવણ ચોકડી નજીક આવેલી વિ.ડી. ટાઉનશીપમાં રહેતા વૃંદ પટેલ અને તેના મિત્ર શુભમ પંચાલે રતન ટાટાની નેનો કારના પ્રોજેક્ટ જોઈ પ્રભાવિત થઈ મધ્યમ વર્ગને પોષાય તેવું ઇલેક્ટ્રિક મોપેડ તૈયાર કરી છે. આ અંગે સરકારી એન્જીનરીંગ કોલેજના વિદ્યાર્થી વૃંદ પટેલએ જણાવ્યું હતું કે, છેલ્લા 2 વર્ષથી કંઈક પોતાનું કરવાની ઈચ્છા હતી. પણ ખબર પડતી ન હતી. ત્યારબાદ અમે ઇલેક્ટ્રિક વાહન વિષે જાણ્યું, પણ ઇલેક્ટ્રિક વાહન બધાને પોષાય શકે તેમ ન હતું, અને સાથે સાથે પેટ્રોલના વધતા ભાવને જોઈને વિચાર આવ્યો કે, જૂની સ્કુટીને જ ઇલેક્ટ્રિકમાં કન્વર્ટ કરીને તેને ઉપયોગમાં લઈએ તે ઉત્તમ રહેશે. જેથી પ્રોફેસર વિશાલ દોશીના માર્ગદર્શન હેઠળ પોતાની જૂની પેટ્રોલ મોપેડને ઇલેક્ટ્રીક મોપેડ બનાવી દીધી છે. આ ઇલેક્ટ્રીક મોપેડથી એક તો રૂપિયાની પણ બચત થાય છે. સાથે સાથે ઈંધણની પણ બચત થાય છે. જેને ચાર્જ કરવાનો 4 કલાક જેટલો સમય લાગે છે. આ ઇલેક્ટ્રિક મોપેડને 10 રૂપિયાના ચાર્જિંગમાં 70 કિમી સુધીની એવરેજ આપે છે. જેમાં 3 સ્પીડ ડ્રાઇવિંગ મોડ, રિવર્સ મોડ, આર્ટી થેફ્ટ એલાર્મ સિસ્ટમ, જ્યારે બ્રેક મારીએ ત્યારે ઓટોમેટીકલી મોટરને પાવર સપ્લાય પહોંચવાનું બંધ થઈ જાય છે. આ બાઈક મધ્યમ વર્ગીય પરિવાર માટે ખરેખર ઉત્તમ છે. સામન્ય રીતે ઇલેક્ટ્રીક બાઇક રૂ. 1.50 લાખ સુધીમાં મળતી હોય છે. પરંતુ આ બંને મિત્રોએ માત્ર 70 હજારમાં જ પેટ્રોલની જૂની ગાડીને ઇલેક્ટ્રીક બનાવી દીધી છે.


#Bharuch #Gujarat #CGNews #2 students #Government Engineering College #electric moped
Here are a few more articles:
Read the Next Article