ભરૂચ: બે અલગ અલગ સ્થળોએ માર્ગ અકસ્માતમાં 2 આશાસ્પદ યુવાનના મોત

ભરૂચ જીલ્લામાં સતત બીજા દિવસે બે અલગ અલગ માર્ગ અકસ્માતમાં બે આશાસ્પદ યુવાનોના કરુણ મોત નીપજ્યું હતું

New Update
ભરૂચ: બે અલગ અલગ સ્થળોએ માર્ગ અકસ્માતમાં 2 આશાસ્પદ યુવાનના મોત

ભરૂચ જીલ્લામાં સતત બીજા દિવસે બે અલગ અલગ માર્ગ અકસ્માતમાં બે આશાસ્પદ યુવાનોના કરુણ મોત નીપજ્યું હતું

ઝઘડિયા તાલુકાના ગુંડેચા ગામમાં રહેતા મહેન્દ્ર ખાલપા વસાવાનો પુત્ર ૨૩ વર્ષીય અંકિત વસાવા પોતાની બાઈક નંબર-જી.જે.૧૬.ડી.એચ. ૫૨૫૭ લઇ ઝઘડિયા જી.આઈ.ડી.સી.ની અનુપમ રસાયણ કંપનીમાં નોકરી ઉપર જવા નીકળ્યો હતો તે દરમિયાન બોરજાઈ ગામ પાસે ખોડીયાર માતાજી મંદિરથી મોરતળાવ વચ્ચે પુરપાટ ઝડપે ટ્રેકટર નંબર-જી.જે.૧૬.આર. ૮૯૫૩ના ચાલકે બાઈક સવારને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં યુવાનને ગંભીર ઈજાઓ પહોંચતા તેને ૧૦૮ સેવાની મદદ વડે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા માર્ગમાં જ તેનું કરુણ મોત નીપજ્યું હતું અકસ્માત અંગે ઝઘડિયા જી.આઈ.ડી.સી.પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

જયારે ઝઘડિયા તાલુકાના જેસપોર કંપની સાગર કવોરીનું બાજુમાં રહેતા ૩૦ વર્ષીય રાજેશ અભિમાન વસાવા પોતાની બાઈક નંબર-જી.જે.૧૬. ડી.એફ.૪૯૧૨ નેત્રંગ ખાતે ગયા હતા તેઓ પરત ઘરે આવી રહ્યા હતા તે દરમિયાન નેત્રંગ-રાજપારડી માર્ગ ઉપર ઊંડી ગામના મંદિર પાસે રોંગ સાઇડમાં પુરપાટ ઝડપે ધસી આવેલ પીકઅપ ગાડી નંબર-જી.જે.૨૩.વાય.૮૮૬૦ના ચાલકે બાઈક સવારને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં ગંભીર ઈજાઓ પહોંચતા રાજેશ વસાવાને તાત્કાલિક નેત્રંગ આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવી રહ્યો હતો તે દરમિયાન માર્ગમાં જ તેનું કરુણ મોત નીપજ્યું હતું અકસ્માત અંગે નેત્રંગ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.