/connect-gujarat/media/post_banners/38e0fa8053e7d69e55ca3dfad4a39cb29abf7f934177dd9e911a7dcaacbdf764.jpg)
હરસિધ્ધિ કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટી કરસન ભરૂચ દ્વારા મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના અંતર્ગત નગરપાલિકા ભરૂચના સહયોગથી સહાય જૂથની બહેનોને ધિરાણ વિતરણ અને સંસ્થાની 21મી વાર્ષિક સાધારણ સભા મળી હતી.
આજરોજ સરકાર યોજના મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના અંતર્ગત પાંચ જૂથની 50 બહેનોને પાંચ લાખ રૂપિયાનું ધિરાણ સંસ્થાની ખેડૂતની 29 મહિલાઓને 6,30000 સુધીનું ધિરાણ તેમજ એક સભાસદને એક લાખ રૂપિયાની એચ.પી લોન મળી 80 લાભાર્થીઓને કુલ રૂપિયા ૧૨ લાખ 30 હજાર સુધીનું ધિરાણ મહેમાનોના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે હરસિધ્ધિ કો-ઓપરેટિવ સેસાયટીના ચેરમેન ખુમાનસિંહ વાંસિયા ડિરેક્ટર અને જિલ્લા ભાજપા પ્રમુખ મારુતીસિંહ અતોદરિયા, નગરપાલિકા પ્રમુખ અમિત ચાવડા ઉપ પ્રમુખ નીનાબેન યાદવ ,નગરપાલિકા સંજય સોની , ભરૂચ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેંકના રજનીકાન્ત રાવલ તથા સંસ્થાના ડિરેક્ટર ઓ હોદ્દેદારો ઉપસ્થિત રહી મહિલાઓને પ્રોત્સાહિત કર્યા હતા.