New Update
/connect-gujarat/media/post_banners/d7de0990b349fcbf10616c6701177d5557321d684c97d47f629a4794e0c5c717.jpg)
અંકલેશ્વરમાં કરૂણા અભિયાન હેઠળ ચાર દિવસમાં ઘવાયેલા 25 જેટલા પક્ષીઓને સારવાર આપી મુક્ત કરવામાં આવ્યા હતા
આકાશી યુદ્ધના પર્વ ઉત્તરાયરણ પર આપણી મજા પક્ષીઓ માટે મોતની સજા બનતી હોય છે અને પતંગના ઘાતક દોરાથી અનેક પક્ષીઓ ઘવાતા હોય છે ત્યારે ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં રાખી ભરૂચ જિલ્લામાં 12 કેન્દ્રો ઉપર 10 જાન્યુઆરીથી કરુણા અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું અંકલેશ્વર ખાતે આવેલ નર્સરીમાં અંકલેશ્વર અને હાંસોટ તાલુકામાં 10 થી 14 જાન્યુઆરી સુધીમાં ઘાયલ થયેલા પક્ષીઓને સારવાર આપવામાં આવી હતી હાલ આ સારવાર કેન્દ્ર ખાતે 25 પક્ષીઓ ઇજાગ્રસ્ત થયા હતા. જે પૈકી 23 ને સારવાર આપી મુક્ત કરાયા હતા.