Connect Gujarat
ભરૂચ

ભરૂચ : મહંમદપુરા નજીક મોબાઇલમાં જુગાર રમતા 3 શખ્સો LCB પોલીસના હાથે ઝડપાયા...

મહંમદપુરા સર્કલ નજીક મોબાઇલમાં જુગાર રમતા 3 શખ્સોની LCB પોલીસે રૂ. 55 હજારથી વધુના મુદ્દામાલ સાથે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ભરૂચ : મહંમદપુરા નજીક મોબાઇલમાં જુગાર રમતા 3 શખ્સો LCB પોલીસના હાથે ઝડપાયા...
X

ભરૂચ શહેરના પશ્વિમ વિસ્તારમાં આવેલ મહંમદપુરા સર્કલ નજીક મોબાઇલમાં જુગાર રમતા 3 શખ્સોની LCB પોલીસે રૂ. 55 હજારથી વધુના મુદ્દામાલ સાથે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાની સુચનાઓ અન્વયે ભરૂચ LCB પીઆઇ ઉત્સવ બારોટ દ્વારા લોકલ ક્રાઇમ બ્રાંચની અલગ અલગ ટીમો બનાવી પ્રોહી/જુગારના કેસો શોધી કાઢવા સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. આ દરમ્યાન LCBની ટીમ ભરૂચ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી, ત્યારે બાતમી મળેલ કે, મહંમદપુરા સર્કલ પાસે ૩ ઇસમો તેની કાળા કલરની પલ્સર બાઇક ઉપર બેસી વરલી મટકાનો આંકડાનો જુગાર અન્ય ગ્રાહકોની પાસે રૂબરૂમાં તેમજ ફોન દ્વારા મેળવી જુગાર રમાડે છે. જે આધારે ભરૂચ LCBની ટીમ દ્વારા જુગારની સફળ રેડ કરી મોબાઇલથી જુગાર રમતા ૩ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમે ઝડપાયેલ આરોપીઓની અંગ ઝડતીના રોકડા રૂપીયા રૂ. ૧૨,૦૪૦/-, મોબાઇલ ફોન નંગ ૧ કિ.રૂ. ૫,૦૦૦/- તથા પલ્સર બાઇક કિં.રૂ. ૪૦,૦૦૦/- મળી કુલ કિમત રૂ..૫૭,૦૪૦/- ના મુદામાલ સાથે ઝડપી પાડી તથા આ ગુનામાં અન્ય ૪ આરોપીઓને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ ભરૂચ શહેર બી’ ડિવિઝન પોલીસ મથકે સોંપવામાં આવી છે.

Next Story