ભરૂચ સિવિલ હોસ્પિટલનું ખાનગીકરણ કરતાં વર્ષોથી કામ કરતાં કર્મચારીઓમાં ૬૦ જેટલા કર્મચારીઓને છૂટા કરી દેવાતા કર્મચારીઓએ આંદોલનનું રણશિંગુ ફૂંક્યું છે..
ભરૂચ સિવિલ હોસ્પિટલનું ખાનગીકરણ થતા ઘણાં ફેરફાર થઈ રહ્યા છે ત્યારે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા પંદર વીસ વર્ષથી ફરજ નિભાવતા અને કોરોના કાળમાં પોતાના પરિવારની ચિંતા કર્યા વિના રાત દિવસ લોકોના જીવ બચાવનારા ૬૦ જેટલા કર્મચારીઓને છૂટા કરી દેવાતા કર્મચારીઓએ આંદોલન શરૂ કર્યું હતું, જેને લઈને સિવિલ હોસ્પિટલ સત્તાધીશોમાં ખળભળાટ મચી ગયો છે.