Connect Gujarat
ભરૂચ

ભરુચ : ભારે પૂરની પરિસ્થિતિના કારણે ભરૂચના 5 તાલુકાઓમાંથી 6200 લોકોનું કરવામાં આવ્યું સ્થળાંતર….

નર્મદા નદીમાં પાણીનો પ્રવાહ વધતાં ભરુચ સહિત 5 તાલુકાઓમાં NDRFની ટીમ દ્વારા 6200થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.

X

નર્મદા નદીમાં પાણીનો પ્રવાહ વધતાં ભરુચ સહિત 5 તાલુકાઓમાં NDRFની ટીમ દ્વારા 6200થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.

નર્મદા નદીમાં પાણીનો પ્રવાહ વધતાં જિલ્લા વહીવટી તંત્ર અને NDRFની ટીમ દ્વારા અસરગ્રસ્ત ગામડાંઓમાં પહોંચી નાગરિકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી મોડી રાત સુધી હાથ ધરવામાં આવી હતી. અસરગ્રત વિસ્તારોમાં પહોચીને લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. ગઈકાલે મોડી રાત્રે ભરૂચ શહેરના દાંડીયા બજાર, ફુરજા વિસ્તાર,સક્કરપોર, છાપરા, ઉત્તરાજ, શુક્લતિર્થ,મક્કતમપુર, મંગલેશ્વર જેવા વિસ્તારોના લોકોને સલામત સાથળે પહોચડવામાં આવ્યા હતા. અંકલેશ્વર તાલુકાના સરફુર્દીન, સક્કરપોર,બોરભાટા, ઝગડીયા તાલુકાના જુની તરસાલી, સુલ્તાનપુરા, ઉચેડીયા ,જુની જરસાડ, લીમોદરા, હાંસોટ અને વાગરા તાલુકા મળી કુલ 6254 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા

Next Story