Connect Gujarat
ભરૂચ

ભરૂચ: 70 વર્ષના દાદીને ફરીથી ચાલતા અને ફરતા કરી દેવામાં આવ્યા, વાંચો કયા તબીબોની મહેનત રંગ લાવી

પહેલીવાર ડો.કૌશિક પટેલ અને ડો.નિસર્ગ ત્રિવેદી દ્વારા રોબોટિક ની-રીપ્લેસમેન્ટ સર્જરીની મદદથી 70 વર્ષના દાદીને ફરીથી ચાલતા અને ફરતા કરી દીધા હતા.

ભરૂચ: 70 વર્ષના દાદીને ફરીથી ચાલતા અને ફરતા કરી દેવામાં આવ્યા, વાંચો કયા તબીબોની મહેનત રંગ લાવી
X

ભરૂચના ઇતિહાસમાં પહેલીવાર ડો.કૌશિક પટેલ અને ડો.નિસર્ગ ત્રિવેદી દ્વારા રોબોટિક ની-રીપ્લેસમેન્ટ સર્જરીની મદદથી 70 વર્ષના દાદીને ફરીથી ચાલતા અને ફરતા કરી દીધા હતા.

હાલ રોબોટિક સર્જરીની મદદથી ની-રિપ્લેસમેન્ટ દર્દીઓ માટે આશીર્વાદ સમાન પુરવાર થઇ રહ્યું છે. સાઉથ ગુજરાતમાં રોબોટિક સર્જરીને ઇન્ટ્રોડ્યુસ કરવામાં જેમનો મહત્વનો ફાળો છે એવા સુરતનાં જાણીતા ઓર્થોપેડિક તેમજ જોઇન્ટ રિપ્લેસમેન્ટ સર્જન ડો.કૌશિક પટેલ અને ભરૂચની વિશ્વાસ ઓર્થોપેડીક હોસ્પિટલનાં ડો.નિસર્ગ ત્રિવેદી દ્વારા હાલમાં જ ભરૂચ ખાતે રોબોટિક સિસ્ટમની મદદથી 70 વર્ષનાં દાદીની ની-રિપ્લેસમેન્ટ સર્જરી કરાઈ હતી.

સર્જરી પહેલા દાદી ચાલી શકતા ન્હોતા પણ હવે સર્જરી બાદ દાદી ખૂબ સરળતાથી ચાલી શકે છે, હરી ફરી શકે છે અને પલાંઠી વાળીને બેસી પણ શકે છે.

ભરૂચની વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલનાં ડો.નિસર્ગ ત્રિવેદીએ ભરૂચ જીલ્લાનાં દર્દીઓનો રોબોટિક સર્જરીનો લાભ મળી રહે એ હેતુથી ડો.કૌશિક પટેલ અને ડો. નિસર્ગ ત્રિવેદી સાથે મળીને કરાર કર્યા છે. એ કરાર અંતર્ગત હવે ડો.કૌશિક પટેલ અને ડો. નિસર્ગ ત્રિવેદી સાથે મળીને રોબોટિક સિસ્ટમ દ્વારા ભરૂચનાં દર્દીઓની ની-રિપ્લેસમેન્ટ સર્જરી હાથ ધરશે અને એમનાં જીવનને આત્મનિર્ભર બનાવશે.

તો રોબોટિક સર્જરી કરાવનાર

70 વર્ષનાં મોહિનીદેવી એ જણાવ્યું હતું કે છેલ્લા ચાર-પાંચ વર્ષથી હું પગનાં દુખાવાથી પીડાતી હતી. ધીમે-ધીમે મારું ચાલવાનું પણ બંધ થઇ ગયું. હું હરી-ફરી શકતી ન્હોતી. જે બાદ ભરૂચના વિશ્વાસ ઓર્થોપેડીક હોસ્પિટલમાં એમણે રોબોટિક સિસ્ટમની મદદથી મારા ઘૂંટણોની સર્જરી કરાવી. સર્જરી એકદમ પેઇનલેસ હતી. સર્જરીનાં પહેલા જ દિવસથી હું ચાલતી થઇ ગઇ. રોબોટિક સિસ્ટમથી સર્જરી થઇ હોવાને કારણે મારી રિકવરી ખૂબ ફાસ્ટ છે. મારો દુખાવો જતો રહ્યો છે અને હવે મારે ચાલવા માટે વોકર કે સ્ટિકની પણ જરૂર પડતી નથી. હું પલાંઠી પણ વાળી શકું છું. હું ખૂબ ખુશ છું.

Next Story