/connect-gujarat/media/post_banners/0a125d52fd6730c151c5f4b0f6519a1bf89306269f9b2b9d65774ffaea0ac4b6.jpg)
ભારત દેશ આઝાદ થયોને આજે 75 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે 76માં સ્વાતંત્ર્ય પર્વની ઠેર ઠેર ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ભરૂચના ભોલાવ વિસ્તારમાં આવેલ જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે પણ આન બાણ અને શાન સાથે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી.
જેમાં ડો.ખુશ્બુ પંડ્યાએ ધ્વજવંદન કર્યું હતું. આ પ્રસંગે કેમ્પસ ડિરેક્ટર સુષ્મા ભટ્ટ, ધર્મેન્દ્ર પુષ્કર્ણા,લક્ષ્મી નારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીના આચાર્યા નિધિ ચૌહાણ,શાળાના આચાર્યા મેઘના ટંડેલ,રેખા શીલકે,સિમી વાધવા અને શાળા પરિવાર તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.