New Update
/connect-gujarat/media/post_banners/46c0608a4aa990de53f4ecdf88b6f3b1e210b802d978a9df41964c74c884a63e.webp)
આજકાલ આપઘાતના અનેક કિસ્સાઓ સામે આવે છે ત્યારે વધુ એક બનાવ ભરૂચ જિલ્લાના જંબુસરની શ્રીજી કુંજ સોસાયટીમા રહેતા 32 વર્ષીય મહિલાએ કોઈ અગમ્ય કારણસર જીવન ટૂંકાવી લેતા ચકચાર મચી જવા પામી છે..
મળતી માહિતી અનુચાર જંબુસરની શ્રીજી કુંજ સોસાયટીમા રહેતા 32 વર્ષીય જાગૃતિબેન રાહુલભાઈ માછીએ કોઈ કારણસર ગળે ફાંસો ખાઈ લેતા 3 બાળકોએ માતાની છત્રછાયા ગુમાવી છે. જાગૃતબેનને પ્રાથમિક સારવાર માટે અલ મહમુદ હોસ્પિટલ જંબુસરમ ખાતે ખાસેડવામાં આવ્યા હતા ત્યાંના તબીબે જાગૃતિબેનને મૃત જાહેર કર્યા હતા. આ અંગે પોલીસને ઘટનાની જાણ થતાં પોલીસ મૃતદેહનો કબજો મેળવી પીએમ અર્થે જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી..
Latest Stories