/connect-gujarat/media/post_banners/f7a1debf13ae3ade020dbbf45de4178031424763086264e0678de9fea134cb7e.webp)
રાજ્ય સરકારની યોજના EMRI ગ્રીન હેલ્થ સર્વિસીસ લાઇવસ્ટોક હેલ્થ અંતર્ગત દસ ગામ દીઠ ફરતુપશુ દવાખાનાની યોજના છે. જેમાં ભરૂચ તાલુકાના પાલેજ ગામ નજીક એમ્બ્યુલન્સ સેવા મુકાયેલી છે. એમાં નજીકના દસ ગામ આવરી લેવામાં આવેલ છે.પાલેજ ગામમાં ફરતાં પશુ દવાખાનામાં કાર્યરત ડો. અયાજ મનવા તથા પાયલોટ વિજય પટેલને પાલેજ લોકેશનના કંમ્બોલી ગામના વતની લુકમાન ભાઇ પટેલે તાત્કાલિક સારવાર માટેનો કેસ નોંધાવ્યો હતો.
/connect-gujarat/media/post_attachments/97aaaf8da60311eff5354de5cb578332552f216408e60e199f11163231cc41a2.webp)
પશુ ચિકિત્સક ડો.અયાજ મનવા તેમના સ્ટાફ સાથે ત્યાં પહોંચી ગયા હતા.ગાયની તપાસ કરતા ગાયના શિંગડામાં બગાડ થવાથી ખરાબ વાસ આવતી હતી.નિદાન કરતાં ગાય માતાને કેન્સર હોવાનું માલૂમ પડ્યું. કેન્સરથી છેલ્લા એક મહિનાથી પીડાતી ગાયને બચાવવા અને પીડા મુક્ત કરવા માટે ડો. અયાજ મનવા અને ડો.મુબીન પટેલ તથા તેમની ટીમ દ્વારા ઓપરેશન કરીને કેન્સરગ્રસ્ત શિંગડાને જડ-મૂળમાંથી નિકાલ કરીને ગાય માતાનો જીવ બચાવી લીધો હતો.ગ્રામજનોએ ડોક્ટર તથા પાયલોટની કામગિરિ બીરદાવીને આભાર વ્યકત કર્યો હતો. સરકાર દ્વારા ચાલતી આ સેવાની પ્રશંસા કરી હતી. આ કામગીરી બદલ પ્રોગ્રામ મેનેજર ડોક્ટર રવી રિંકે અને પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર યોગેશ દોશી દ્વારા અભિનંદન પાઠવામાં આવ્યા હતા.