Connect Gujarat
ભરૂચ

ભરૂચ : જૂની પેન્શન યોજના લાગુ કરવા સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા તંત્રને આવેદન અપાયું...

ભરૂચ જિલ્લા સંયુકત કર્મચારી મોરચા દ્વારા જૂની પેન્શન યોજના લાગુ કરવા અને વિવિધ પડતર માંગણીઓને પૂર્ણ કરવા ભરૂચ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.

X

ભરૂચ જિલ્લા સંયુકત કર્મચારી મોરચા દ્વારા જૂની પેન્શન યોજના લાગુ કરવા અને વિવિધ પડતર માંગણીઓને પૂર્ણ કરવા ભરૂચ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.

લોકસભાની ચૂંટણી આવી રહી છે, ત્યારે ગુજરાતમાં ફરી એકવાર જુની પેન્શન યોજનાને લઈને આંદોલન શરૂ થઈ ગયું છે. ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચા હેઠળ ઠેર ઠેર વિરોધ પ્રદર્શન સહિત ધરણાં કાર્યક્રમ યોજાય રહ્યા છે. ગુજરાત સરકાર માટે જુની પેન્શન યોજનાનો મુદ્દો માથાના દુખાવા સમાન બની રહ્યો છે. કારણ કે, ઘણા સમયથી કર્મચારીઓ ઉગ્ર માંગણી કરી રહ્યા છે અને કેટલાક રાજ્યમાં નવી પેન્શન યોજનાને રદ્દ કરીને જુની પેન્શન યોજના લાગુ કરી દેવામાં આવી છે. જેમાં રાજસ્થાન, છત્તીસગઢ, ઝારખંડ, કર્ણાટક, પંજાબ, હિમાચલ પ્રદેશ તથા સિક્કિમ ખાતે જૂની પેન્શન યોજના બહાલ કરી કર્મચારીઓનો ઉત્સાહ વધારવામાં આવ્યો છે. કોઈપણ સરકારના શાસનને સુશાસન બનાવવાનું ભગીરથ કાર્ય કર્મચારીઓ થકી જ થાય છે. જૂની પેન્શન યોજના એ કર્મચારીઓ અને તેમના પરિવારજનો માટે પ્રાણપ્રશ્ન બની ગઈ છે, ત્યારે હવે જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવે તે માટે ભરૂચ જિલ્લા સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા ભરૂચ કલેકટર કચેરી ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. આ સાથે જ આગામી તા. 23મી ફેબ્રુઆરીએ ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે આંદોલનના ભાગરૂપે રાજ્યવ્યાપી ધરણાના કાર્યકમમાં 7.50 લાખથી વધુ કર્મચારીઓ જોડાશે તેવી પણ ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

Next Story